ન્યુલેન્ડસ,
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરે રાજીનામું આપી દીધું હતું. જો કે ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ અંગે વધુ કાર્યવાહી કરતા સ્મિથને વધુ એક ઝટકો આપ્યો છે. ICC દ્વારા સ્ટિવન સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમજ મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો છે.
આ ઉપરાંત ICC દ્વારા કાંગારું ઓપનર કેમરોન બેન્ક્રોફટને પણ ૩ આ વિવાદના બદલે ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપ્યા છે તેમજ મેચ ફીના ૭૫ ટકાનો દંડ પણ ફટકાર્યો છે.
Australia captain given one-match suspension. https://t.co/6n48bAQpbN #cricket @icc
— ICC Media (@ICCMediaComms) March 25, 2018
ICCના મુખ્ય અધિકારી ડેવિડ રિચર્ડસને આઈસીસીની આચારસંહિતાના ધારા ૨.૨.૧ના નિયમ મુજબ સ્મિથ પર આરોપ લગાવ્યા છે. આ ધારાને રમતની ભાવનાથી વિપરીત માનવામાં આવે છે.
Steve Smith suspended for one Test and fined 100% of match fee, Bancroft fined 75% of his match and receives three demerit points #SAvAUS pic.twitter.com/hClZi9PRPd
— ICC Media (@ICCMediaComms) March 25, 2018
આ અંગે જણાવતા રિચર્ડસને જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયા ટીમના નેતૃત્વ દ્વારા આ પ્રકારનું આચરણ એ રમતની ભાવનાથી વિપરીત છે અને તેને ગંભીર ગુનાની શ્રેણીમાં આવતું હોય છે. કેપ્ટન હોવાની સાથે સ્મિથ પોતાના ખેલાડીઓની કે કરતૂત માટે પૂરી રીતે તે જવાબદાર છે અને તેઓને પ્રતિબંધિત કરવાનો જે નિર્ણય યોગ્ય છે”.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા સખ્ત કાર્યવાહી કરતા સ્ટિવન સ્મિથે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પદેથી અને ડેવિડ વોર્નરે વાઈસ-કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. આ કારણે આફ્રિકા સામે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ માટે વિકેટકીપર બેટ્સમેન ટીમ પેઈનને કમાન સોપવામાં આવી છે.
BREAKING: Steve Smith and David Warner have stood down as captain and vice-captain for the remainder of this Test. More to come #SAvAUS
— cricket.com.au (@cricketcomau) March 25, 2018
ઉલ્લેખનિય છે કે, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાયા બાદ કાંગારું કેપ્ટને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “બોલ ટેમ્પરિંગ એ તેમની ટીમના ગેમ પ્લાનનો એક હિસ્સો છે અને આ નિર્ણયમાં ટીમના લીડરશીપ ગુરુ પણ સમાવિષ્ટ હતા. જો કે સ્મિથના આ નિવેદન બાદ દુનિયાભરમાં નિંદા કરવામાં આવી રહી છે. આ વિવાદ પર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલકોમ ટર્નબુલે પણ દુઃખ જતાવતાં આ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું.
મેલકોમ ટર્નબુલે જણાવ્યું હતું કે, “અમે તમામ લોકો સવારે દક્ષિણ આફ્રિકાથી આવેલી વાતથી નિરાશ છીએ. આ પૂરી રીતે વિશ્વાસથી ઉપર લાગી રહ્યું હતું કે જેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની આ ધટના શામેલ હતી.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, “આ ઘટના સમગ્ર દેશ માટે નિરાશાજનક અને બદનામ કરનારી ઘટના છે. આ ખોટું છે અને હું ટુંક જ સમયમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે એ આશા રાખું છુ”.
આ વિવાદ અંગે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ડેવિડ પીવાર સાથે પણ વાતચીત કરી હતી અને તકહ્યું હતું કે તેઓ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સામે યોગ્ય કાર્યવાહી કરે.
કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટ શામેલ હતો બોલ ટેમ્પરિંગ વિવાદમાં
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટના જણાવ્યા મુજબ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકળતો જોવામાં આવ્યો હતો. ત્યારબાદ અમ્પાયરોએ તેને પૂછ્યું હતું કે તેના પેન્ટમાં શું છે ?. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.
આ વિવાદ બાદ અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ કાંગારું કેપ્ટન સ્ટીવન સ્મિથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “બોલ ટેમ્પરિંગ એ તેમની ટીમના ગેમ પ્લાનનો એક હિસ્સો છે અને આ નિર્ણયમાં ટીમના લીડરશીપ ગુરુ પણ સમાવિષ્ટ હતા”.
