Not Set/ યુપી પોલીસ મિશન ક્લીન પર, છેલ્લા ૨૪ રાજ્યમાં કરાયા ૬ એન્કાઉન્ટર, ૧ લાખ રૂ. ઇનામી ગુનેગાર ઠાર

ગાઝિયાબાદ, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ જણાઈ રહી છે. યુપીમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન ક્લીનના ભાગરૂપે છેલ્લા ૨૪ કલાકમાં ૬ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે અને પ્રદેશના ગુંડા તત્વોની ઊંઘ હરામ કરી નાખી હોય તે જોવા મળી રહ્યું છે. નોઈડામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં […]

India

ગાઝિયાબાદ,

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ જણાઈ રહી છે. યુપીમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન ક્લીનના ભાગરૂપે છેલ્લા ૨૪ કલાકમાં ૬ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે અને પ્રદેશના ગુંડા તત્વોની ઊંઘ હરામ કરી નાખી હોય તે જોવા મળી રહ્યું છે.

નોઈડામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ૧ લાખ રૂપિયાનમાં ઇનામી રાશીવાળા શ્રવણ ચૌધરી નામના એક ગુનેગારને ઠાર કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદમાં પણ કરાયેલા એન્કાઉન્ટરમાં બે ઇનામી ગુનેગારોને ગોળી વાગવાથી ઘાયલ થયા છે. જયારે એક AK ૪૭ ગુણ પણ જપ્ત કરવામાં આવી છે.

ગાઝિયાબાદના રાજનગરમાં થયેલા એન્કાઉન્ટરમાં એક ગુનેગારને ગોળી વાગી છે. ગ્રેટર નોઇડા અને નોઈડામાં પોલીસ સાથેની અથડામણમાં ૧ લાખ રૂપિયાની ઇનામી ગુનેગાર ઠાર મરાયો છે જયારે ૨૫ હજાર રૂપિયાના ઇનામી ગુનેગાર ઘાયલ થયો છે.

મુજફ્ફરનગરમાં પણ પોલીસ અને ગુનેગારો વચ્ચેની અથડામણમાં ૧૦-૧૦ હજાર રૂપિયાની ઇનામી રાશીવાળા બે ગુનેગારોને ગોળી વાગી છે જયારે અલીગઢમાં કરાયેલા એન્કાઉન્ટર બાદ ૬ની ધરપકડ કરવામાં આવી છે.

જયારે ગાઝિયાબાદમાં એક જ રાતમાં થયેલી બે જગ્યાએ થયેલા એન્કાઉન્ટરમાં એક ઇન્સ્પેકટર અને એક પોલીસનો જવાન સહિત બે પોલીસના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. આ તમામ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત સહારનપુર-શામલીની પાસે એનકાઉન્ટરમાં ૨૫૦૦૦નો ઇનામી ગુનેગાર અહસાન ઉર્ફે સલીમને ઠાર કરાયો છે. તેની સાથે જ બીજો એક વ્યક્તિ હતો, પરંતુ તે ભાગવામાં સફળ થયો. પોલીસે ત્યાંથી એક લાખ રૂપિયા, એક બાઇક, અને એક પિસ્ટોલ જપ્ત કરી હતી.

યુપીમાં છેલ્લા ૧૧ મહિનામાં થયા છે ૧૩૫૦ એન્કાઉન્ટર

ઉત્તરપ્રદેશમાં પોલીસના ક્લીન મિશનના કારણે આરોપીઓમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યુપી પોલીસ દ્વારા છેલ્લા ૧૧ મહિનામાં લગભગ ૧૩૫૦ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. એટલે કે દર મહિને ૧૦૦થી પણ વધુ. આ દરમિયાન કુલ ૩૦૯૧ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરાઈ છે.

૫૪૦૯ આરોપીઓએ રદ્દ કરાવી પોતાની જમાનત

પોલીસ દ્વાર કરવામાં એન્કાઉન્ટરમાં કુલ ૪૩ ગુનેગારોને ઠાર મારવામાં આવ્યા છે. યુપી પોલીસનો દાવો છે કે માર્યા ગયેલા આરોપીઓમાં ૫૦ ટકા ઇનામી ગુનેગારો છે,જેણે પોલીસ શોધી રહી હતી. બીજી બાજુ પોલીસના આ આંકડાઓએ એ રીતે ભયનો માહોલ ઉભો કર્યો છે કે, પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને જોતા છેલ્લા ૧૦ મહિનામાં ૫૪૦૯ આરોપીઓએ કોર્ટમાંથી પોતાની જમાનતની અરજીઓ પણ રદ્દ કરી નાખી છે.