Ahmedabad News: અમદાવાદના નિકોલ (Nikol) માં ગરબામા ગુંડાગીરી જોવા મળી હતી. આ ગુંડાગીરીના લાઇવ સીસીટીવી ફૂટેજ (CCTV) પણ સામે આવ્યા છે. આ ગરબા પાછા નિકોલના કોઈ પાર્ટી પ્લોટમાં ચાલતા ન હતા, પરંતુ નિકોલના ફ્લેટના પ્રાંગણમાં ચાલતા હતા. અસામાજિક તત્વોએ ગરબામાં આતંક મચાવ્યો હતો. તેના લીધે ગરબામાં નાસભાગ મચી ગઈ હતી.
આ અંગે માનવામાં આવે છે કે ગરબામાં નશામાં આવેલા યુવકના લીધે બબાલ થઈ હતી. તેના લીધે સ્થાનિક અસામાજિક તત્વોને બોલાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાઓ અને પુરુષોને ગુંડાઓએ માર માર્યો હતો. ફ્લેટમાં ગરબે રમતા લોકો પર હુમલો કરવામાં આવતા તે સ્તબ્ધ થઈ ગયા હતા. નિકોલ પોલીસ ફરિયાદ લેતી ના હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
સ્થાનિકો પોતાના જ ફ્લેટમાં ચાલતા ગરબામાં આવીને આ રીતે ગુંડાતત્વો દ્વારા ગાળાગાળી કરવામાં આવી તેના પગલે ચોંકી ગયા હતા. આ તો પોતાના જ ઘરમાં આવીને પોતાને કોઈ ધમકાઈ જાય તેવી વાત થઈ. તેમા પણ તેને વધારે આઘાત તો પોલીસે ફરિયાદ ન લીધી ત્યારે થયો. તેમને થયું કે પોલીસને શું છે કે તે આ પ્રકારના હુમલાની ફરિયાદ લેતી નથી. સીસીટીવી હુમલામાં આરોપીઓ સ્પષ્ટ દેખાય છે તો પોલીસને ફરિયાદ ન લેવાનું કારણ શું છે.
તાજેતરમાં ચાણકયાપુરીમાં જ આવો બનાવ બન્યો હતો. ચાણક્યાપુરીમાં આવા બનાવમાં પોલીસે સ્માર્ટફોન વડે ઉતારવામાં આવેલા વિડીયોની મદદથી આરોપીઓને ઓળખી કાઢીને હુડદંગ મચાવનારા ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી હતી.
આ બનાવમાં અમદાવાદમાં મોડી રાત્રે ચાણક્યપુરીના (Chanakyapuri) શિવમ આર્કેડ (Shivam Arcade) એપાર્ટમેન્ટમાં બદમાશોએ હથિયારો સાથે ઘૂસી સોસાયટીના ચેરમેનને ધમકી આપીને આતંક મચાવ્યો હતો. તેમજ પથ્થરમારો કરીને લોકોને જોખમમાં મૂકે છે. સમગ્ર ઘટનાનો સીસીટીવી અને વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલાઓની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટના બનતા સોસાયટીના રહીશોમાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોલા નજીકના ચાણક્યપુરી સ્થિત શિવમ આર્કેડ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી 205માં મોડી રાત્રે કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં બહાર આવી રહ્યા હતા. સોસાયટીના ચેરમેને તેને રોકીને પૂછપરછ કરતાં તે ગુસ્સે થઈને ચાલ્યો ગયો હતો. થોડીવાર પછી ગુસ્સે થયેલા લોકો તલવારો અને ભાલા જેવી વસ્તુઓ લઈને પાછા આવ્યા. તેઓએ આતંક મચાવ્યો અને પથ્થરમારો કર્યો. તેમજ તોડફોડ કરી હતી. આ તમામ આતંકમાં સોસાયટીનો એક રહેવાસી પણ ઘાયલ થયો હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદની ચાણક્યાપુરી સોસાયટીમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક બ્રિજ જર્જરિત અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો