Kheda News/ માતરમાં નિવૃત PSIના ઘરે આતંક

માતરના જુના સર્કિટ હાઉસ સામે આવેલા નિવૃત PSIના નિવાસસ્થાને કેટલાક શખ્સોએ આતંક (Terror) મચાવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે

Gujarat Others
માતરના જુના સર્કિટ હાઉસ સામે આવેલા નિવૃત PSIના નિવાસસ્થાને કેટલાક શખ્સોએ આતંક (Terror) મચાવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે

Kheda News : ખેડા જિલ્લાના માતર (Matar)તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. માતરના જુના સર્કિટ હાઉસ સામે આવેલા નિવૃત PSIના નિવાસસ્થાને કેટલાક શખ્સોએ આતંક (Terror) મચાવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદથી આવેલા કેટલાક ઈસમોએ મુકુંદ ચૌહાણ (Mukund Chauhan)ના ઘરે પહોંચી હુમલો કર્યો હોવાનો આરોપ છે. નજીવી તકરારને કારણે ઉશ્કેરાયેલા શખ્સોએ ઘર બહાર ઉભેલા વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદ મુજબ, હુમલાખોરોએ ઘરની બહાર ફાયરિંગ પણ કર્યું હતું. એટલું જ નહીં, ફરિયાદીની માતાના માથા પર બંદૂક મૂકી ધમકી આપવામાં આવી હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાના કારણે પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા માતર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ કબજે કર્યા છે અને સમગ્ર મામલાની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા ફાયરિંગ અને હુમલાના આરોપોની સત્યતા તપાસવામાં આવી રહી છે. હાલ ઘટનાને લઈને વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.


આ પણ વાંચો : અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, સરસપુરવાસીઓના હાલ બેહાલ

આ પણ વાંચો  અમદાવાદમાં જમાલપુર કાચની મસ્જિદમાં અસામાજિક તત્વોનો આતંક

આ પણ વાંચો : રાપર પોલીસના સરપ્રાઈઝ કોમ્બિંગમાં બુટલેગરોથી લઈ અસામાજિક તત્વોનું ચેકિંગ