Surat News/ સુરત શ્રમિક મોત કેસ: 34 સેકન્ડના VIDEOથી રહસ્ય ઘેરાયું, 16 લાકડીના ઘા બાદ પરિવારનો ગંભીર આરોપ

સુરતના પાંડેસરામાં શ્રમિક અર્જુનના મોત (Surat Worker Death)ના 50 દિવસ બાદ વાયરલ થયેલા 34 સેકન્ડના વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. પરિવારનો દાવો છે કે વીડિયોમાં માર ખાતો યુવક અર્જુન છે, જ્યારે પોલીસે વીડિયો પાંડેસરા વિસ્તારનો ન હોવાનું જણાવ્યું છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Worker Death: ‘અભિષેક સર, મત મારો…’ 34 સેકન્ડના VIDEOથી અર્જુનના મોતનું રહસ્ય ઘેરાયું

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં શ્રમિકના મોત (Surat Worker Death)નો મામલો આશરે 50 દિવસ બાદ નવા વળાંક પર પહોંચ્યો છે. મધ્યપ્રદેશના સિંહપુરના 26 વર્ષીય અર્જુનના મોતને શરૂઆતમાં અકસ્માત તરીકે માનવામાં આવ્યું હતું. જોકે, હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 34 સેકન્ડના એક વીડિયોએ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

પરિવારનો દાવો છે કે વાયરલ વીડિયોમાં દંડા વડે માર મારવામાં આવતો યુવક અર્જુન જ છે અને તેનું મોત (Surat Worker Death) બાલ્કનીમાંથી પડી જવાથી નહીં, પરંતુ માર મારવાના કારણે થયું હતું. બીજી તરફ, પાંડેસરા પોલીસે પ્રાથમિક તપાસમાં વાયરલ વીડિયોમાં દેખાતું સ્થળ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદનું ન હોવાનું જણાવ્યું છે. જોકે, પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

18 જૂને અકસ્માતની માહિતી મળ્યા બાદ પરિવારને જાણ

અર્જુન પોતાના મિત્ર ધીરજ સાથે સુરતમાં કલરકામ માટે આવ્યો હતો. ગત 18 જૂને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે અર્જુન બાલ્કની પરથી નીચે પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

પરિવારના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં અર્જુન વેન્ટિલેટર પર હતો. ત્યારબાદ તેને તાત્કાલિક વતન લઈ જવા માટે પરિવાર પર દબાણ કરવામાં આવ્યું હતું. 19 જૂને એમ્બ્યુલન્સ મારફતે અર્જુનને મધ્યપ્રદેશ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત (Surat Worker Death) થયું હતું.આ ઘટનાને અકસ્માત માની પરિવારે 20 જૂને અર્જુનના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

Surat Worker Death: 26 જૂને ઇન્સ્ટાગ્રામની રીલથી પરિવારને શંકા

અર્જુનના મોત (Surat Worker Death)ના થોડા દિવસો બાદ 26 જૂને તેના કાકાની નજર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી એક રીલ પર પડી હતી. આ વીડિયો આશરે 34 સેકન્ડનો હોવાનું પરિવારનું કહેવું છે. વીડિયોમાં એક યુવકને લાકડી અથવા સળિયા વડે માર મારવામાં આવતો જોવા મળે છે. પરિવારના જણાવ્યા મુજબ વીડિયોમાં યુવકને 16 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. માર ખાતો યુવક મારનાર વ્યક્તિના પગ પકડીને ‘અભિષેક સર, મત મારો…’ કહેતો સંભળાય છે.

વીડિયો જોયા બાદ પરિવારને શંકા ગઈ હતી કે માર મારવામાં આવતો યુવક અર્જુન જ હોઈ શકે છે. ત્યારબાદ પરિવારજનોએ વીડિયો અંગે તપાસ શરૂ કરી અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

પરિવારનો ગંભીર આક્ષેપ: ‘દીકરાનું મોત મારના કારણે થયું’

વાયરલ વીડિયો સામે આવ્યા બાદ અર્જુનના પરિવારે સમગ્ર ઘટનાને અકસ્માત નહીં પરંતુ મારપીટ સાથે જોડીને જોવાની માંગ કરી છે.પરિવારનો આક્ષેપ છે કે અર્જુનને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને આ મારપીટના કારણે તેનું મોત (Surat Worker Death) થયું છે. પરિવારજનોએ વીડિયોમાં દેખાતા ‘અભિષેક સર’ નામના વ્યક્તિ સહિત જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી અને વાયરલ વીડિયોમાં દેખાતો યુવક ખરેખર અર્જુન જ છે કે નહીં તે અંગે તપાસ જરૂરી છે.

5 જુલાઈથી પોલીસ પાસે રજૂઆત કરી રહ્યો છે પરિવાર

પરિવારના જણાવ્યા મુજબ, વાયરલ વીડિયો સામે આવ્યા બાદ 5 જુલાઈથી તેઓ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી રહ્યા છે. પરિવારની માંગ છે કે વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવે અને જો તેમાં અર્જુન જ હોવાનું સાબિત થાય તો મારપીટમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.પરિવારનું કહેવું છે કે ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. પરિવાર સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી ઈચ્છે છે.

પાંડેસરા પોલીસનું શું કહેવું છે?

આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજાએ જણાવ્યું છે કે પરિવારના આક્ષેપો બાદ પોલીસ ટીમે સ્થળ પર જઈને તપાસ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ, વાયરલ વીડિયોમાં દેખાતી કન્સ્ટ્રક્શન સાઇટ અને પોલીસ દ્વારા તપાસવામાં આવેલ સ્થળ વચ્ચે સામ્ય જોવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં આ વીડિયો પાંડેસરા અથવા સુરત પોલીસ સ્ટેશનની હદનો ન હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

જોકે, પોલીસ દ્વારા વાયરલ વીડિયોની સાથે જોડાયેલા ટેકનિકલ અને કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો ક્યાંનો છે, તેમાં દેખાતો યુવક કોણ છે અને સમગ્ર ઘટનાનો અર્જુનના મોત સાથે કોઈ સંબંધ છે કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

50 દિવસ બાદ અનેક સવાલો

અર્જુનના મોત (Surat Worker Death)ના લગભગ 50 દિવસ બાદ સામે આવેલા આ વીડિયોએ સમગ્ર મામલાને ફરી ચર્ચામાં લાવી દીધો છે. એક તરફ પરિવાર વીડિયો આધારિત ગંભીર આક્ષેપ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં વીડિયો પાંડેસરા વિસ્તારનો ન હોવાનું સામે આવ્યું છે.હવે પોલીસ તપાસમાં વાયરલ વીડિયોનું મૂળ સ્થળ, વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ, વીડિયો ક્યારે અને ક્યાં બનાવવામાં આવ્યો હતો તેમજ અર્જુનના મોત (Surat Worker Death) સાથે તેનો કોઈ સીધો સંબંધ છે કે નહીં જેવા સવાલોના જવાબ શોધવામાં આવશે.સમગ્ર તપાસના અંતે જ અર્જુનનું મોત અકસ્માત હતું કે મારપીટ સાથે તેનો કોઈ સંબંધ હતો તે અંગે સાચી હકીકત સામે આવી શકશે.


આ પણ વાંચો:સુરતના મોટા વરાછામાં રિક્ષાની સ્પીડ મુદ્દે બબાલ: બોલાચાલી બાદ રિક્ષાચાલક સાથે મારામારી, VIDEO વાયરલ

આ પણ વાંચો:સુરતની કતારગામ ઝોન કચેરીમાં અધિકારી-કર્મચારી વચ્ચે મારામારી, વસ્તી ગણતરી મુદ્દે બબાલ

આ પણ વાંચો:સુરતના સચિન GIDC વિસ્તારમાં મારામારી, વીડિયો વાયરલ