Not Set/ પર્સ ચોરતી મહિલા CCTVમાં ઝડપાઈ

ડાયમંડ સિટી ગણાતા સુરતમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વાત કરીએ સુરતના ઝાંપા બજાર દેવડી પાસે આવેલ કાપડની દુકાનમાં મહિલા ગેંગે ચોરીને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. ગેંગ ટોળામાં આવી દુકાન માલિક સાથે બોલાચાલી કરી રહી હતી. તો બીજી તરફ અન્ય એક મહિલા ટેબલ પર હાથફેરો કરી પર્સની […]

Gujarat

ડાયમંડ સિટી ગણાતા સુરતમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વાત કરીએ સુરતના ઝાંપા બજાર દેવડી પાસે આવેલ કાપડની દુકાનમાં મહિલા ગેંગે ચોરીને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. ગેંગ ટોળામાં આવી દુકાન માલિક સાથે બોલાચાલી કરી રહી હતી. તો બીજી તરફ અન્ય એક મહિલા ટેબલ પર હાથફેરો કરી પર્સની ઉઠાંતરી કરી રહી છે. મહત્વનું છે કે મહિલા પર્સની ઉઠાંતરી કરી માલિકની નજર ચૂકવી પર્સ લઈ ફરાર થઈ રહેલી નજરે પડી રહી છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ તો તપાસ શરૂ છે.