Ahmedabad News/ સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના નવનિર્મિત ખાદી ભવનનું ઉદઘાટન કર્યું

અમદાવાદ ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી ભવનના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે સૌ કોઈ નાગરિકો અને યુવાનો ખાદી પ્રત્યે પ્રેરાય એ ઉદ્દેશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત ખાદી ભવનમાંથી ખાદીની ખરીદી પણ કરી હતી.

Gujarat Others Breaking News

Ahmedabad News: અમદાવાદ ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી ભવનના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે સૌ કોઈ નાગરિકો અને યુવાનો ખાદી પ્રત્યે પ્રેરાય એ ઉદ્દેશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત ખાદી ભવનમાંથી ખાદીની ખરીદી પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ખાદી ભવને 59 વર્ષ પૂર્ણ કરી ૬૦ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ખાદી ભવનનું સૌપ્રથમ ઉદ્ઘાટન તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના હસ્તે 6 માર્ચ 1965માં કરવામાં આવ્યું હતું. આ ખાદી ભવનને રીનોવેશનની જરૂરિયાત હોવાથી આ ખાદી ભવનને વર્તમાન જરૂરિયાત મુજબ નવનિર્મિત કરવામાં આવ્યું છે.

ખાદીભવનના ઉદઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, એલિસબ્રીજના ધારાસભ્ય અમિત શાહ તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના મંત્રી પરાગ ત્રિવેદી, પ્રમુખ હિંમતભાઈ ગોડા, ઉપપ્રમુખ વલ્લભભાઈ લખાણી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ખાદીના ઉપયોગમાં માને છે. તેઓ પોતે નિયમિત રીતે ખાદી પહેરી છે. તેમણે અપીલ કરી છે કે દર વર્ષે ભારતીયોએ કમસેકમ બે જોડી તો ખાદીના વસ્ત્રોની ખરીદી કરવી જ જોઈએ. વડાપ્રધાનની અપીલનો જવાબ આપતાં હોય તેમ ભારતીયોએ ખાદીની ખરીદી વધારી છે. તેના લીધે એક સમયે માંડ 15 હજાર કરોડથી 20 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનું ટર્નઓવર આજે દોઢ લાખ કરોડ રૂપિયાને વટાવી જવાના આરે છે.

આ ઉપરાંત સરકારના અમુક વિભાગોમાં પણ ખાદીમાંથી ડ્રેસ બનાવવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સરકારના ઘણા એકમો પોતે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાંથી મોટાપાયા પર ખરીદી કરે છે. આના લીધે ખાદીના વિકાસને વેગ મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાષ્ટ્રીય વન દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલના શહીદોને શ્રદ્ધાસુમન

આ પણ વાંચો: કચ્છને એક હજાર કરોડના વિકાસ કાર્યક્રમની ભેટ આપશે સીએમ ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બનાવવા સીએમ તત્પર