Vibrant Gujarat 2024/ ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બનાવવા સીએમ તત્પર

ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બને તે માટે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ તત્પર છે. આના નિમિત્તે તે વાઇબ્રન્ટ સમિટ પૂર્વે નવી દિલ્હીમાં રેલવે બોર્ડના ચેરમેન જયાસિંહાને મળ્યા હતા.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 6 3 ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બનાવવા સીએમ તત્પર

નવી દિલ્હીઃ ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બને તે માટે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ તત્પર છે. આના નિમિત્તે તે વાઇબ્રન્ટ સમિટ પૂર્વે નવી દિલ્હીમાં રેલવે બોર્ડના ચેરમેન જયાસિંહાને મળ્યા હતા. ગુજરાતમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને ચર્ચા કરી હતી.

ગુજરાતમાં હાલમાં ચાલતા વિવિધ રેલ્વે પ્રોજેક્ટમાં ધોલેરા ભીમનાથ, અમદાવાદ ધોલેરા, હજીરા સુરત, આબુ-અંબાજી-તારંગા વગેરેમાં થયેલી પ્રગતિ તથા ડીપીઆર અને ટેન્ડર સંદર્ભમાં ચર્ચા કરી હતી. રેલવે બોર્ડના ચેરમેન જયાસિંહાએ પણ રાજ્ય સરકારના ઝડપી સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારે આ ઉપરાંત રાજ્યના જુદા-જુદા રેલ્વે સ્ટેશનોના ડેવલપમેન્ટ, હાઇસ્પીડ રેલ્વે કોરિડોર અંગે પણ વિચારવિમર્શ કર્યો હતો. ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ સુધીના હાઇસ્પીડ કોરિડોરનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચેનો હાઇસ્પીડ કોરિડોર 2027 સુધીમાં તૈયાર થઈ જાય તેમ માનવામાં આવે છે. તેમા પણ અમદાવાદથી સુરત વચ્ચેનો હાઇસ્પીડ કોરિડોર 2025ના અંત સુધીમાં તૈયાર થઈ જાય તેમ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરીનું કામ સો ટકા પૂર્ણ થઈ ગયું છે. તેથી આ પ્રોજેક્ટ ત્વરિત ગતિએ આગળ વધે તેમ માનવામાં આવે છે.

આ ઉપરાંત ગુજરાતના રેલ્વે સ્ટેશનોને પણ અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે પણ તેમના સહયોગની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે રેલ્વે સ્ટેશનોના આધુનિકીકરણમાં રાજ્ય સરકાર તેનાથી બનતી તમામ મદદ ત્વરાએ કરશે. તેની સાથે રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે રેલવેને લઈને જે પણ પ્રકારના પ્રશ્નો હશે તેનું પણ તાકીદે નિવારણ લાવવાની ખાતરી આપી હતી. આ સાથે તાજેતરમાં જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ તે જ રીતે ગુજરાતના બીજા શહેરોની જોડતી આવી અન્ય વિવિધ ટ્રેન શરૂ થાય તેના પર પણ તેમણે ભાર મૂક્યો હતો. રેલવે બોર્ડે પણ જમાવ્યું હતું કે હાલમાં વંદે ભારત ટ્રેન વડે દેશના વિવિધ શહેરોને જોડવાનું કામ ચાલી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બનાવવા સીએમ તત્પર


આ પણ વાંચોઃ Congress/ રાહુલ ગાંધીને રાવણ દર્શાવતા પ્રિયંકા ગાંધી ભાજપ પર ભડકી!

આ પણ વાંચોઃ ASIAN GAMES/ ટીમ ઈન્ડિયાના ખાતામાં વધુ એક મેડલ ઉમેરાયો, ક્રિકેટ અને કબડ્ડીની ટીમ ફાઇનલમાં

આ પણ વાંચોઃ RBI/ RBIની મોનેટરી પોલિસી જાહેર, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે