ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતે 87 મેડલ જીત્યા છે જેમાં 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ વખતે એશિયન ગેમ્સ ટૂર્નામેન્ટ ભારત માટે ઐતિહાસિક રહી છે. ટીમે સૌથી વધુ મેડલ જીતવાનો પોતાનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ભારતીય ટીમે ગત સિઝનમાં 70 મેડલ જીત્યા હતા. ભારત હવે 100 મેડલની નજીક છે.
કુસ્તીમાંથી સારા સમાચાર
એશિયન ગેમ્સમાં કુસ્તીમાંથી એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ભારતના બજરંગ પુનિયાએ કુસ્તીની પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રાની ક્વાર્ટર ફાઇનલમાં બહેરીનના અલીબેગ અલીબેગોવને 4-0થી હરાવીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. સેમિફાઈનલમાં બજરંગનો મુકાબલો ઈરાનના રહેમાન અમોઝાદખલીલી સાથે થશે.
ભારતે કુલ 87 મેડલ જીત્યા
13માં દિવસે ભારતીય ટીમનો કાફલો બ્રોન્ઝ મેડલ સાથે આગળ વધી ગયો છે. ભારતીય મહિલા તીરંદાજી ટીમે વિયેતનામને હરાવીને દિવસનો પહેલો મેડલ જીત્યો છે. હવે ભારત પાસે કુલ 87 મેડલ છે.
ભારત એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગયું છે
એશિયન ગેમ્સની સેમીફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું છે. હવે ભારત આવતીકાલે ગોલ્ડ મેડલ માટે ફાઇનલ મેચ રમશે. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લેતા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને માત્ર 96 રન બનાવવા દીધા હતા. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને તિલક વર્માની શાનદાર બેટિંગના કારણે ભારતે આ લક્ષ્યાંક 10મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ભારત ફાઈનલ મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલ મેચના વિજેતા સામે રમશે. ભારતીય મહિલા ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
ભારતીય મહિલા કબડ્ડી ટીમ ફાઇનલમાં
એશિયન ગેમ્સમાં ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત થઈ ગયો છે. ભારતની કોથળીમાં વધુ એક સોનું મળવાની આશા જાગી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમ નેપાળને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. એકતરફી મેચમાં ભારતની દિકરીઓએ નેપાળને 61-17થી હરાવ્યું હતું.
આ પણ વાંચો: RBI/ RBIની મોનેટરી પોલિસી જાહેર, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે
આ પણ વાંચો: Vibrant CM/ ગુજરાતને રોકાણ ક્ષેત્રે વાઇબ્રન્ટ રાખવા સીએમ ભુપેન્દ્ર પટેલના ભગીરથ પ્રયત્નો
આ પણ વાંચો: Banaskantha/ રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા અને બે પૌત્રીઓના કરૂણ મોત