Not Set/ અખંડ ફાર્મહાઉસ બાદ વધુ એક દારૂની હાઈપ્રોફાઇલ મહેફિલ આવી સામે, ખુલ્યા BJP નેતાના છોકરાઓના નામ

વાઘોડિયા, વડોદરાના અખંડ ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલા હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ કાંડ બાદ હવે હવે ગાંધીના ગુજરાતના દારૂબંધીને નકારતી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં રાજ્યમાં પ્રતિબંધિત એવા દારૂની રેલમછેલમ જોવા મળી રહી છે. સાથે સાથે આ દારૂની મહેફિલમાં અંખડ ફાર્મહાઉસ બાદ હવે રાજ્યમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપના જ નેતાઓના છોકરાઓના નામ સામે આવી રહ્યા છે. […]

Top Stories Gujarat Vadodara Trending
bjp 2 અખંડ ફાર્મહાઉસ બાદ વધુ એક દારૂની હાઈપ્રોફાઇલ મહેફિલ આવી સામે, ખુલ્યા BJP નેતાના છોકરાઓના નામ

વાઘોડિયા,

વડોદરાના અખંડ ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલા હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ કાંડ બાદ હવે હવે ગાંધીના ગુજરાતના દારૂબંધીને નકારતી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં રાજ્યમાં પ્રતિબંધિત એવા દારૂની રેલમછેલમ જોવા મળી રહી છે.

સાથે સાથે આ દારૂની મહેફિલમાં અંખડ ફાર્મહાઉસ બાદ હવે રાજ્યમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપના જ નેતાઓના છોકરાઓના નામ સામે આવી રહ્યા છે.

ઝડપાયા હતા ૧૪ નબીરાઓ

હકીકતમાં, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા સ્થિત વસવેલ ગામની સીમમાં ગુરુવારની રાત્રીએ દારૂની મહેફિલ માણતા ૧૪ જેટલા ખાનદાની નબીરાઓને પોલીસ દ્વારા ઝડપી પાડ્યા હતા, ત્યારે હવે આ મામલે વધુ એક સ્ફોટક ખુલાસો થયો છે.

IMG 20181208 WA0007 અખંડ ફાર્મહાઉસ બાદ વધુ એક દારૂની હાઈપ્રોફાઇલ મહેફિલ આવી સામે, ખુલ્યા BJP નેતાના છોકરાઓના નામ
gujarat-front-akhand-farm-house-liquor-party-waghodia-vadodara-name-of-the-bjps-top-leaders-boys-opened

આ ૧૪ નબીરાઓમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપના નગરસેવક યોગેશ પટેલ (મુક્તિ)ના પુત્ર દક્ષિત પટેલનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ હવે આ દારૂની મહેફિલના નબીરાઓમાં વધુ એક ભાજપના ઉચ્ચ હોદ્દેદારનો પુત્ર પણ હોવાનું બહાર આવ્યું છે.

છોટાઉદેપુર ભાજપ ઉચ્ચ નેતાના પુત્રની નામ પણ આવ્યું સામે 

આ દારૂની મહેફિલ કાંડમાં વધુ એક ભાજપના નેતાના પુત્રનું નામ છે, જય પટેલ. આ આરોપીઓમાંના જય પટેલની વાત કરવામાં આવે તો, તે છોટાઉદેપુર જિલ્લા ભાજપના અગ્રણી નેતા મુકેશ પટેલનો પુત્ર છે.

bjp leadesrs અખંડ ફાર્મહાઉસ બાદ વધુ એક દારૂની હાઈપ્રોફાઇલ મહેફિલ આવી સામે, ખુલ્યા BJP નેતાના છોકરાઓના નામ
gujarat-front-akhand-farm-house-liquor-party-waghodia-vadodara-name-of-the-bjps-top-leaders-boys-opened

મુકેશ પટેલ છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી, એપીએમસીના ડિરેકટર, વડોદરા ડિસ્ટ્રીકટ બેન્કના ડિરેકટર, છોટાઉદેપુર લોકસભા ઇન્ચાર્જ અને છોટાઉદેપુર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હોદ્દા ધરાવે છે. ત્યારે હવે વડોદરા અને છોટાઉદેપુર એમ બે જિલ્લાના ભાજપના નેતાઓના છોકરાઓના નામ સામે આવ્યા બાદ હવે આ મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે.

પોલીસે રંગમાં ભંગ પાડી કર્યો સપોર્ટ

આ ઉપરાંત દારૂની મહેફિલ કાંડમાં પોલીસે અડધી રાત્રે સ્થાનિક રેફરલ હોસ્પિટલમાં જઇ મેડિકલ ટેસ્ટ કરાવી રાતોરાત જ જામીન પણ અપાવી દીધા હતા તેમજ જે ગાડીઓ કબ્જે કરી છે તેની કિંમત પણ અડધી દર્શાવાઈ તે અંગેનો ચોકાવનારો ખુલાસો થયો છે.

બીજી બાજુ દારૂ પીને પકડાયેલા સામાન્ય માણસો સામે પોલીસ કડક દારૂબંધીની વાતો કરી નવા કાયદા મુજબ ગુનો નોંધે છે. પરંતુ જ્યારે આ કેસમાં તો પોલીસે જે રીતે રાતોરાત પોતે રસ લઈને કામગીરી કરી હોય તે સ્પષ્ટ જણાય છે જેનું કારણ તેઓ ભાજપના ઉચ્ચ નેતાઓના પુત્ર છે તે બહાર આવ્યું છે, જેને લઈને સામાન્ય લોકો સુધી પહોંચતા પોલીસની કામગીરી પ્રત્યે સવાલો ઉભા થયા છે.

વસવેલ ગામ નજીકના ફાર્મ હાઉસમાંથી ઝડપાયા હતા ૧૪ નબીરાઓ

અત્રે ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના વસવેલ ગામ નજીકના ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગ અગાઉ દારૂની મહેફિલ રાખવામાં આવી હતી, જેમાં બાતમીના આધારે પોલીસે રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો હતો.

ahmedabad.jpg?zoom=0 અખંડ ફાર્મહાઉસ બાદ વધુ એક દારૂની હાઈપ્રોફાઇલ મહેફિલ આવી સામે, ખુલ્યા BJP નેતાના છોકરાઓના નામ
gujarat-front-akhand-farm-house-liquor-party-waghodia-vadodara-name-of-the-bjps-top-leaders-boys-opened

આ દરમિયાન પોલીસે ૧૪ ખાનદાની નબીરાઓની ધરપકડ કરી ગાડીઓ સહિત કુલ ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ પહેલા દારૂની મહેફિલ માણવામાં ઝડપાયેલા નબીરાઓ માં વડોદરા ના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ (મુક્તિ) નો પુત્ર દક્ષિત પટેલ હોવાનું બહાર આવતા ચકચાર મચી હતી.

અંખડ ફાર્મહાઉસ માંથી ઝડપાયું હતું હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ

q148 અખંડ ફાર્મહાઉસ બાદ વધુ એક દારૂની હાઈપ્રોફાઇલ મહેફિલ આવી સામે, ખુલ્યા BJP નેતાના છોકરાઓના નામ
gujarat-front-akhand-farm-house-liquor-party-waghodia-vadodara-name-of-the-bjps-top-leaders-boys-opened

વડોદરામાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી માણતા ૨૫૦ જેટલા લોકો ઝડપાયા હતા. જેમા ૭૦ મહિલાઓ પણ હતી. વડોદરાના ભીમપુરા નજીક આવેલા અંખડ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીને આધારે પોલીસે રેડ કરતા પાર્ટીમાં મોટા માથાઓ દારૂની પાર્ટી માણતા રંગેહાથ ઝડપાયા હતા.

અખંડ ફાર્મ હાઉસના માલિક અને ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઇ નિમિતે દારૂની મહેફીલ માણતા હતા. જેમા ચિરાયુ અમીન જેવા ઉદ્યોગપતિ, કિકેટર અને નામાંકિત હસ્તીઓ પણ શામેલ હતી. વિદેશી બ્રાન્ડના દારૂની મહેફિલમાં ઇમ્પોર્ટેડ સ્કોચ અને બિયરનો જથ્થો મહેમાનો માટે રખાયો હતો.

hme 1482446128 અખંડ ફાર્મહાઉસ બાદ વધુ એક દારૂની હાઈપ્રોફાઇલ મહેફિલ આવી સામે, ખુલ્યા BJP નેતાના છોકરાઓના નામ
gujarat-front-akhand-farm-house-liquor-party-waghodia-vadodara-name-of-the-bjps-top-leaders-boys-opened

પોલીસે રાતે ૧૦ વાગ્યાની આસપાસ ફાર્મહાઇસમાં રેડ કરી હતી. પોલીસે ફાર્મમાં તપાસ હાથ ધરતા ૧૦ થી ૧૫ પેટી વિદેશી દારૂની મળી આવી હતી. મોટા ભાગના લોકો નાશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.