Ahmedabad Airport/ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતી વિદેશી મહિલા ઝડપાઈ

ફિલીપાઈન્સની મહિલાની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટે પરથી એનસીબીની ટીમે એક વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપી લીધી છે. જેમાં 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ની હેરાફેરી કનેક્શન ખુલતા NCB એ મહિલાની પૂછપરછ શરૂ કરી છે. 41 વર્ષીય ફિલિપાઇન્સની મહિલા જીનાલીન પડીવાન લીમોનની હેરોઇનના જથ્થા સાથે એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.  NCB ની ટીમને માહિતી મલી હતી કે વિદેશમાંથી ડ્રગ્સની હેરાફેરી માટે એક મહિલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહી છે.

જેને લઈને NCB ની ટીમે એરપોર્ટ પરથી મહિલાની અટકાયત કરી હતી. તપાસ કરતા સ્કૂલ બેંગમાં હેરોઇનનો જથ્થો છુપાવેલો હતો. તપાસમાં  સ્કૂલ બેંગમાંથી જે  2.121 કિલો હેરોઇન મળ્યું હતું. જેની કુલ કિંમત 15 કરોડની થવા જાય છે.વિદેશી મહિલા Laos દેશના Vientiane એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જોકે વિદેશી મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરી રહી છે અને વિદેશથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે એક ટ્રીપના 5 હજાર ડોલર મળતા હોવાનું પુછપરછમાં બહાર આવ્યું છે.
વધુ તપાસમાં આ વિદેશી મહિલા અત્યાર સુધી 3 વખત ભારત ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોતા વર્ષ 2022 માં એપ્રિલ અને જૂન મહિનામાં દિલ્હી આવી હતી. ત્યારે પણ ડ્રગ્સ ડિલિવર કર્યું હોઇ શકે છે. ત્યારે વિદેશી મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સ તેમજ કોસ્મેટિક્સ વસ્તુઓનો ધંધાના બહાને ડ્રગ્સની હેરાફેરી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

ઝડપાયેલ મહિલાને 3 બાળકો છે અને પતિ સાથે છૂટાછેડા થયા હોવાથી એકલી રહે છે. પણ ડ્રગ્સ માફિયાના સંપર્કમાં આવી ગઈ હોવાથી ડ્રગ્સની હેરાફેરી કરી રહી હોવાનું કબૂલાત કર્ઉં હતું. જોકે ભારતમાં ડ્રગ્સની ડિલિવરી કરવાની Laos દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ફોનમાં સૂચના મળ્યા બાદ આપવાનું હતું. જોકે ડ્રગ્સ કોઈ પાસે પહોંચે તે પહેલાં જ NCB ટીમે હેરોઇનનાં જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ડ્રગ્સ એરપોર્ટથી ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે. ત્યારે આ મહિલાએ અત્યાર સુધી કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી અને ડ્રગ્સ પહોંચાડ્યું છે જેને લઇ વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ