Gujarat Weather/ ગુજરાતમાં ગરમીનો કહેર શરૂ! IMDની ચેતવણી, તાપમાન 40°C પાર જવાની શક્યતા

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં 2-4°C વધારો, અનેક વિસ્તારોમાં હીટવેવની (Heatwave) શક્યતા. IMD દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather:ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમીનો (Heatwave) પ્રકોપ વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક વધારો થશે. છેલ્લા કેટલાક દિવસોમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ધૂળની આંધી અને હળવો વરસાદ જોવા મળ્યો હતો, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી હતી, પરંતુ હવે વરસાદનું સંકટ ટળી ગયું છે અને ગરમીનું જોર ફરી વધી રહ્યું છે.

હાલના તાપમાનના રેકોર્ડ

શહેર 

તાપમાન

અમદાવાદ 36°C
કેશોદ 36°C
રાજકોટ 36°C
સુરેન્દ્રનગર 36°C
ગાંધીનગર 35°C
ભુજ 35°C
ડીસા 35°C

આ આંકડા માર્ચ મહિના માટે સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. માર્ચમાં સામાન્ય રીતે તાપમાન 7°C સુધી વધુ નોંધાઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે સૂકા પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે અને તાપમાન અચાનક વધી રહ્યું છે.

ગુજરાતમાં હીટવેવની (Heatwave) સંભાવના 

માર્ચમાં જ આકરી ગરમી (Heatwave) અનુભવાઈ રહી છે ત્યારે લોકોમાં એપ્રિલ અને મે મહિનાની ચિંતા વધી ગઈ છે. IMDની તાજેતરની આગાહી અનુસાર, માર્ચના અંતથી અને એપ્રિલ-મેમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને હીટવેવની સંખ્યા વધુ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40°C ને પાર કરવાની સંભાવના વધુ છે.

હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. નિષ્ણાતોના મતે, દરિયાઈ પવનોની ગતિ ધીમી પડવાથી એન્ટિસાયક્લોન સિસ્ટમ મજબૂત બને છે, જેનાથી ગરમી (Heatwave) વધે છે.


આ પણ વાંચો:  ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર! પાક સંગ્રહ ગોડાઉન બનાવવા હવે મળશે 2 લાખની સહાય

આ પણ વાંચો: ગુજરાતની ગગનચુંબી ઉડાન! ધોલેરાની ધરતી પરથી રાજ્યના પ્રથમ રોકેટનું સફળ લોન્ચિંગ

આ પણ વાંચો: ગુજરાતમાં 200થી વધુ IPS છતાં નિર્લિપ્ત રાયની જ કેમ ચર્ચા? જાણો અનોખો રેકોર્ડ