ગુજરાતમાં 3 નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં જસદણ, પાલીતાણા અને વઢવાણ નાગર પાલિકાનો સમાવેશ થાય છે. આ નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં બે બેઠક ભાજપના ફાળે ગઈ છે તો એક બેઠક કોંગ્રેસ ને ફાળે આવી છે. તા.27 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી ચૂંટણી
પાલીતાણા
- કોંગ્રેસના વિનુભાઈ ગોહિલની 481 મતોથી જીત
- ભાજપની બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે મેળવ્યો કબજો
- કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો ઉત્સાહ
પાલીતાણા વોર્ડ નંબર પાંચની પેટાચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી મામલતદાર કચેરી ખાતે શરૂ થઈ ચુકી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીનો પ્રારંભ કરાયો હતો. નોંધનીય છે કે, વોર્ડ નંબર પાંચની ખાલી પડેલી જગ્યા માટે ભાજપ, કોંગ્રેસ, જીજેપી સહિત પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ પાલીતાણાની પેટાચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારની જીત થઈ છે.
તો જસદણ નગરપાલિકામાં ભાજપની ભારે બહુમતીથી જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવારે ડિપોઝીટ પણ ગુમાવી છે. તો વઢવાણ ખાતે પણ ભાજપ ઉમેદવારની જીત થઈ છે. આમ કુલ ત્રણ બેઠકમાંથી બે બેઠક ભાજપને ફાળે અને ૧ બેઠક કોંગસ ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
