Not Set/ કોરોનાના કારણે રાજ્યના વેપાર – ધંધાઓમાં મંદીનો માહોલ, શ્રમિકોને પરિવારનો નિર્વાહ કરવો પણ બન્યો મુશ્કેલ

ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડાએ રાહત આપી છે. આદની સ્થિતિએ હજી વેપાર,ધંધા કે ઉદ્યોગોએ વેગ પકડ્યો નથી. કોઇપણ સેક્ટર હોય બાંધકામ, રેડીમેઇડ માર્કેટ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સહિતના અનેકવિધ સેક્ટરમાં આજે પણ મંદી પ્રવર્તે છે.

Gujarat Others

ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડાએ રાહત આપી છે. આદની સ્થિતિએ હજી વેપાર,ધંધા કે ઉદ્યોગોએ વેગ પકડ્યો નથી. કોઇપણ સેક્ટર હોય બાંધકામ, રેડીમેઇડ માર્કેટ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સહિતના અનેક સેક્ટરમાં આજે પણ મંદી પ્રવર્તે છે. વેપાર અને ઉદ્યોગમાં રહેલી મંદીની સીધી અસર આ સેક્ટર સાથે સંકળાયેલાં શ્રમિકો પર પડી છે.

જો કે કોરોનાના કારણે મોટીસંખ્યામાં શ્રમિકો પોતાના માદરે વતન તરફ હંકારી ગયા હતા. પરંતુ આજની સ્થિતિએ હવે મહદઅઁશે માદરે વતન ગયેલાં શ્રમિકોને વેપાર, ઉદ્યોગના સંચાલકોએ પરત બોલાવી દેતાં શ્રમિકો પરત આવવા લાગ્યા છે. પરંતુ શ્રમિકોએ તેમના પરિવારનો નિર્વાહ ચલાવવો હાલના સમયમાં મુશ્કેલ બન્યો હોવાનું તારણ સ્વૈચ્છિક સંસ્થાના સર્વેમાં બહાર આવ્યું છે.

                           ગ્રાફિક્સ                                    શ્રમિકો માટેના સર્વેનું તારણ

  • શ્રમિકોને આજીવિકા મેળવવામાં મુશ્કેલી       –      74 ટકા
  • નિયત આવક કરતાં ઓછી આવક મળે         –     26 ટકા

60 ટકા મજૂરો પાસે માત્ર 15 દિવસ નિર્વાહ ચાલે એટલું જ રાશન અને રોકડ

ગુજરાતમાં દાહોદ-પંચમહાલ ઉપરાંત પાડોશી રાજ્યમાં રાજસ્થાન અને મધ્યપ્દેશ માદરે વતન અથવા સ્થળાંતર કરીને પરત ફર્યા છે.  ગુજરાતમાં વેપાર-ધંધા અને ઉદ્યોગોમાં મંદી સાથે શ્રમિક પરિવાર માટે આર્થિક સંકડામણની સ્થિતિ સર્જાઇ છે.ત્યારે પરિવારના નિર્વાહ માટે રાહત-સહાયની માગ કરતી રજૂઆત પણ સરકાર સુધી થઇ છે. આ સંજોગોમાં સંવેદનશીલ સરકારના નિર્ણય લેશે કે કેમ તે જોવું રહ્યું.