Ahmedabad News/ અમદાવાદના શાહપુરમાં મોડી રાતે અકસ્માત બાદ તોડફોડ, વીડિયો વાયરલ

અમદાવાદના શાહપુર વિસ્તારમાં મોડી રાતે ક્રેટા કારએ બાઈકને ટક્કર મારતા અકસ્માત (Accident) સર્જાયો. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી. વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Accident બાદ લોકો બેકાબૂ! શાહપુરમાં કારના કાચ ફોડાયા

Ahmedabad News: શાહપુર વિસ્તારમાં મોડી રાતે થયેલા એક ગંભીર અકસ્માતે (Accident) સ્થાનિકોમાં તણાવનું વાતાવરણ ઊભું કર્યું હતું. પૂરઝડપે દોડતી ક્રેટા કારએ બાઈક ચાલકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો, જેમાં બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોરદાર ટક્કરથી રેલીંગ તૂટી

આ અકસ્માત (Accident) એટલો જોરદાર હતો કે રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પરની લોખંડની રેલીંગ તૂટી ગઈ અને કાર પર પડી હતી. આ ઘટનામાં કારને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ કાર ખૂબ ઝડપે દોડતી હતી.

ટોળાનો આક્રોશ, કારમાં તોડફોડ

અકસ્માત (Accident) પછી આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી કારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો લાકડાં અને દંડા વડે કારના કાચ અને દરવાજા તોડતા નજરે પડે છે.

Accident અંગે પોલીસ શું કહે છે?

માધવપુરા પોલીસ સ્ટેશનના PI ઝેડ.એન. ઘાસુરાએ જણાવ્યું હતું કે અકસ્માત મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તોડફોડ અંગે વીડિયો આધારે તપાસ ચાલી રહી છે અને કારચાલકનો સંપર્ક કરી ફરિયાદ નોંધવામાં આવશે.

હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નહીં

આ સમગ્ર ઘટનાને લઈને હજી સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે વીડિયો વાયરલ થતાં પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:કાળજું કંપાવતો અકસ્માત! અમદાવાદમાં રોંગ સાઈડમાં જતી એક્ટિવાને AMTS બસે લીધી અડફેટે

આ પણ વાંચો:અમદાવાદના કૃષ્ણનગરમાં AMTS બસનો અકસ્માત: બેદરકારી સામે ફરી ઉઠ્યા પ્રશ્નો

આ પણ વાંચો:ખેડા-અમદાવાદ હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત