ઇઝરાયલે તેના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે લગભગ Israel attack બે દાયકાની સૌથી તીવ્ર સૈન્ય કાર્યવાહી કરતા તેણે જેનિન શરણાર્થી શિબિર પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાં લગભગ આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 50 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલે દ્વારા કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના શહેર જેનિન પર મોટા પ્રમાણમાં હવાઈ અને જમીની હુમલાને પગલે ઓછામાં ઓછા 8 પેલેસ્ટિનિયનના મોત થયા હતા. જ્યારે અન્ય 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. Israel attack પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે ઇઝરાયલે તેના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો અને આ વિસ્તારમાં ઘણાબધા સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ફાયરિંગ અને વિસ્ફોટના કારણે વિસ્તાર હચમચી ગયો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુમલા બાદ પેલેસ્ટિનિયનોએ ઈઝરાયેલના સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો.
જેનિન શહેરમાં 10 ડ્રોન હુમલા
જેનિન શહેરમાં મકાનો પર ઓછામાં ઓછા 10 ડ્રોન હુમલા કરવામાં Israel attack આવ્યા હતા. એક સંયુક્ત નિવેદનમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ અને સ્થાનિક ગુપ્તચર સેવાએ જણાવ્યુ હતું કે તેઓએ જેનિન શરણાર્થી શિબિરમાં એક કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો જે આતંકવાદીઓના ગઢ તરીકે જાણીતો હતો.
ઇઝરાયલે વેસ્ટ બેંકમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો હુમલો Israel attack કર્યો છે. અગાઉ 2002માં એક અઠવાડિયાથી વધુ ચાલેલી લડાઈમાં 50થી વધુ પેલેસ્ટાઈન અને 23 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા હતા. લગભગ બે દાયકા બાદ હવે બીજો મોટો હુમલો થયો છે.
આ પણ વાંચોઃ USA Shootout/ અમેરિકામાં ઇન્ડિપેન્ડેન્સ ડે પહેલા જ શૂટઆઉટઃ ચારના મોત ચારને ગંભીર ઇજા
આ પણ વાંચોઃ AMC-Pothole/ પાણી અને ડામરને વેર છે એટલે રસ્તા પર પડે છે ખાડાઃ એએમસી
આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદ ફરી શરૂ કરશે તેની તોફાની બેટિંગઃ ક્યાં કેટલો વરસશે તે જાણો
આ પણ વાંચોઃ રાશી ભવિષ્ય/ 4 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચોઃ Mission 2024/ 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે, કોંગ્રેસે કહ્યું – મહારાષ્ટ્ર કટોકટી અસર નહીં
