અમેરિકામાં શૂટઆઉટની ઘટના અટકવાનું USA Shootout નામ લેતી નથી.ઇન્ડિપેન્ડન્સ ડેના એક દિવસ પહેલા ફરી એકવાર ગોળીબારની ભીષણ ઘટના સામે આવી છે. ગોળીબારના બનાવમાં ચાના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ફાયરિંગની ઘટના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા કાઉન્ટીમાં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલ શંકાસ્પદ વ્યક્તિ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગેઝીનથી સજ્જ હતો.
અગાઉની સામૂહિક ગોળીબારની ચોંકાવનારી USA Shootout ઘટનાઓ જોઈએ તો 18 જુલાઈએ અમેરિકાના ઈન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. સામૂહિક ગોળીબાર દરમિયાન 10 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 3ના મોત થયા હતા. જ્યારે 11 જુલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ પહેલા ચાર જુલાઈના રોજ અમેરિકામાં 246મો USA Shootout સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં છ લોકોના મોત થયા. બીજા જ દિવસે પાંચ જુલાઈએ ઇન્ડિયાનાના બ્રેઇન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો.
આ પૂર્વે પહેલી જૂનના રોજ ઓક્લાહોમાના તુલસામાં USA Shootout એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડિંગમાં ઘૂસીને ગોળીબાર કર્યો. આ ઘટનામાં ચારના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી. અમેરિકાના ટેક્સાસમાં 15 મેના રોજ સૌથી ખતરનાક ઘટના પ્રકાશમાં આવી હતી.જ્યારે ઉવાલ્ડે શહેરમાં એક 18 વર્ષના છોકરાએ સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં ત્રણ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચોઃ AMC-Pothole/ પાણી અને ડામરને વેર છે એટલે રસ્તા પર પડે છે ખાડાઃ એએમસી
આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદ ફરી શરૂ કરશે તેની તોફાની બેટિંગઃ ક્યાં કેટલો વરસશે તે જાણો
આ પણ વાંચોઃ Mission 2024/ 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે, કોંગ્રેસે કહ્યું – મહારાષ્ટ્ર કટોકટી અસર નહીં
આ પણ વાંચોઃ Land For Job Scam/ લાલુ પરિવાર પર લટકી ધરપકડની તલવાર, નોકરી માટે જમીન કૌભાંડમાં ચાર્જશીટ દાખલ
આ પણ વાંચોઃ Gurupurnima/ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ-શિષ્ય બંને ઢળી પડ્યાઃ શિષ્યનું અવસાન- ગુરુની ચાલતી સારવાર
