Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

15 દિવસ અગાઉ પણ હાઈકોર્ટને ઉડાવી દેવાનો મેઈલ મળ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડોગ સ્કોવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ હાલ સઘન તપાસ હાથ ધરી છે. 15 દિવસ અગાઉ પણ હાઈકોર્ટને ઉડાવી દેવાનો મેઈલ મળ્યો હતો.

સતત બીજા દિવસે વડોદરામાં આવેલ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમ રિફાઇનરી ગુજરાત બોર્ડની શાળાએ પહોંચી ગઈ છે. આચાર્યને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ફૂટશે.

ગઈકાલે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં બોમ્બ (Bomb threat) હોવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને શાળાની બહાર સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્કવોડની ટીમ અને પોલીસ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતી.

24 જાન્યુઆરીએ નવરચના સ્કૂલનાં આચાર્યને ધમકીભર્યો ઈમેલ મળતાં અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ સ્કવોડની ટીમ, ડોગ સ્કવોડ, પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાળકોને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. જોકે, સઘન તપાસ બાદ પણ કંઈ ન મળતા તંત્ર, પોલીસને હાશકારો થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મારી પાસે બોમ્બ છે કહીને એર ઇન્ડિયાની ફ્લાઇટને માથે લેનાર મુસાફરની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:‘અમારા પરમાણુ બોમ્બ અમારા માટે છે’, પાકિસ્તાને ઈરાનની આશા ઉપર પાણી ફેરવ્યું

આ પણ વાંચો:એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી, થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ