અકસ્માત/ અમદાવાદથી વડોદરા જતી બસનો અકસ્માત સર્જાતા એકનું મોત,40 વિધાર્થીઓ ઇજાગ્રસ્ત

રાજ્યમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, વાહનચાલકો બેફિકરાઇ અને ગફલતભરી રીતે વાહન હંકારીને અકસ્માત સર્જાતા હોય છે

Top Stories Gujarat

અમદાવાદ થી વડોદરા જતી બસનો અકસ્માત
વિદ્યાર્થીઓ ભરેલી બસને STએ મારી ટક્કર
40 જેટલા વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત
તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિ. ખસેડવામાં આવ્યા
LG હોસ્પિ. અને ખાનગી હોસ્પિ. ખસેડ્યા
અકસ્માતમાં બે લોકોના મોત થયાની આશંકા

રાજ્યમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, વાહનચાલકો બેફિકરાઇ અને ગફલતભરી રીતે વાહન હંકારીને અકસ્માત સર્જાતા હોય છે, આજે અમદાવાદથી વડાેદરા જતી બસનો અક્સમાત સર્જાયો હતો,વિધાર્થીને લઇને જતી બસને એસટીએ ટક્કર મારી હતી જેના લીધે 40થી વધુ વિધાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે,તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલ થયેલાને એલજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બે લોકોની હાલત ગંભીર હતી એમાંથી એકનું મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે.

આ અક્સમાત થયો હતો ત્યારે આજુબાજુના લોકો સત્વરે બચાવવા માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી,પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પોલીસે હાલ અક્સમાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.