Not Set/ શેરબજારમાં સર્જાયો અફરાતફરી માહોલ, સેન્સેક્સમાં ૫૦૫ અને નિફ્ટીમાં ૧૩૭ પોઈન્ટનો થયો કડાકો

મુંબઈ, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો થયો છે સોમવારે માર્કેટ બંધ થવાની સાથે જ સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૫૦૫ પોઈન્ટના કડાકા સાથે ૩૭૫૮૫.૫૧ અને નિફ્ટીમાં ૧૩૭.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૭૭.૭૫ના સ્તર પર પહોચ્યો છે. આ શેરોમાં થયો સૌથી વધુ ઘટાડો સેન્સેક્સમાં સૌથી […]

Top Stories Trending Business

મુંબઈ,

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો થયો છે

સોમવારે માર્કેટ બંધ થવાની સાથે જ સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૫૦ પોઈન્ટના કડાકા સાથે ૩૭૫૮૫.૫૧ અને નિફ્ટીમાં ૧૩૭.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૭૭.૭૫ના સ્તર પર પહોચ્યો છે.

આ શેરોમાં થયો સૌથી વધુ ઘટાડો

business-share-market-sensex-505-nifty-137-point-below

સેન્સેક્સમાં સૌથી વધુ તૂટેલા શેરોમાં અશોકા બિલ્ડકોન (૬.૦૮ %), ક્વાલિટી (૪.૮૮ %), રેડીંગન (૪.૫૬ %), ICICI પ્રુડેન્શલ (૪.૩૭ %) અને બાટા ઇન્ડિયા (૪.૩૩ %) તૂટ્યા છે, જયારે નિફ્ટીમાં બજાજ ફાઇનાન્સના શેર ૨.૮૫ %, ઇન્ફ્રાટેલ ૨.૮૦ %, ટાઈટન ૨.૮૦ %, સન ફાર્મા ૨.૫૪ % અને બજાજ ફાઇનાન્સ સર્વિસ  ૨.૫૩ % સુધી ઘટયા છે.

માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં ૪૫૮.૩ પોઈન્ટનો થયો હતો કડાકો

આ પહેલા સોમવારે માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સ પર ૪૫૮.૩ પોઈન્ટના કડાકા બાદ ૩૭૬૩૨.૩૪ ના સ્તર પર પહોચ્યો છે, જયારે નિફ્ટી પણ ૧૩૦.૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૮૦.૮૪ના સ્તર પર પહોચ્યો છે.

સેન્સેક્સમાં થયેલા કડાકાના કારણે HDFC, RIL, ઇન્ફોસિસ, ITC અને SBIના શેરો સૌથી વધુ ધોવાયા છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.

બીજી બાજુ અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. મંગળવારે રૂપિયો ૭૨.૫૦ ના સૌથી નીચલા સ્તર પર પહોચી ગયો છે.