આપણાં દેશના 14 માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કે જને વિકાસ પુરૂષ તરીકે સહુ કોઇ સ્વીકારી રહયા છે. જેઅો આજે 67 વર્ષ પુર્ણ કરી માં 68માં વર્ષ મંગલ પ્રવેશ કરી રહેલ છે, ત્યારે તેમના દીર્ઘ આયુષ્ય માટે ખાસ કરી ને દેશ ના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદીર ખાતે રાજયસભા સાંસદ ચુનીભાઇ ગોહેલ દ્વારા આયુષ્ય મંત્ર જાપ અને ખાસ માર્કંડેય પૂજા કરવામાં આવી હતી જેમાં બોહળી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

તો બીજી તરફ પીએમ મોદી સોમનાથ મંદીર ટ્રસ્ટ માં ટ્રસ્ટીપદ પણ શોભાવતા હોય જેથી સોમનાથ મંદીર ટ્રસ્ટ દ્વારા પણ આજે સવારે સોમનાથ મંદીર માં નરેન્દ્રભાઇ મોદી ના દીર્ઘ આયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રજાપ, આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા અને મહા અભિષેક સહીતની પુજા અર્ચના કરવામાં અાવી હતી.

જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સોમનાથ મહાદેવમાં અનન્ય શ્રઘ્ઘા ઘરાવે છે.
