Not Set/ પૂર્વ IAS અધિકારી અને J&K પીપલ્સ મુવમેંટના નેતા શાહ ફૈઝલને વિદેશ જતા અટકાવવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીર પીપલ્સ મુવમેંટના અધ્યક્ષ શાહ ફૈઝલને બુધવારે દિલ્હી એરપોર્ટથી વિદેશ જતાં અટકાવવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરી કાશ્મીર પરત મોકલી દેવામાં આવ્યા છે. ફૈઝલ ભારતીય વહીવટી સેવામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરીને ચર્ચામાં આવ્યા હતા. અને બાદમાં વહીવટી સેવામાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે રાજકીય પક્ષની શરૂઆત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નેતા શેહલા રાશિદ સાથે કરી હતી. […]

Top Stories

જમ્મુ-કાશ્મીર પીપલ્સ મુવમેંટના અધ્યક્ષ શાહ ફૈઝલને બુધવારે દિલ્હી એરપોર્ટથી વિદેશ જતાં અટકાવવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરી કાશ્મીર પરત મોકલી દેવામાં આવ્યા છે.

ફૈઝલ ભારતીય વહીવટી સેવામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરીને ચર્ચામાં આવ્યા હતા. અને બાદમાં વહીવટી સેવામાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે રાજકીય પક્ષની શરૂઆત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નેતા શેહલા રાશિદ સાથે કરી હતી.

એક ટવીટમાં મંગળવારે તેમણે કહ્યું કે, કાશ્મીરમાં હવે લાંબુ, સતત અને અહિંસક મોટા રાજકીય આંદોલન કરવાની જરૂર છે.  મુખ્ય પ્રવાહ પૂરો થયો, બંધારણીય વ્યવસ્થા પૂરી થઈ. હવે ક્યાં તો આજ્ઞાકારી અથવા તો અલગાવવાદી બે જ વિકલ્પ બાકી છે, ત્યાં કોઈ વચ્ચેનો માર્ગ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.