ગાંધીનગર,
ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે કૃષિક્ષેત્રમાં સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડી ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે. ગઈકાલે એક જ દિવસમાં વિક્રમજનક 10 કરોડ યુનિટ વીજળી 15 લાખ ખેડૂતોને પુરી પાડી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે, ખેડૂતો ને જેટલી વીજળી તેમના પાક બચાવવા માટે આપશે. આ માટે બહારથી કે અન્ય સોર્સ મારફતે પણ વીજળી ખરીદીને ખેડૂતોને અપાશે.
આ સમયમાં સામાન્ય રીતે 6 થી 7 કરોડ યુનિટ જ વપરાશ રહેતો હોય છે. પણ અમારી સરકારે 8 ને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપી છે. પરિણામે વપરાશ 10 કરોડ યુનિટ સુધી પહોચી ગયો છે.
