Ahmedabad News: અમદાવાદમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાદ વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ TRB જવાન પર લગ્નનું વચન આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા (Ahmedabad Rape) બાદ તરછોડી દેવાનો આરોપ લગાવ્યો છે.
વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી
આ મામલે વસ્ત્રાપુર પોલીસે કલ્પેશ બૈસાણે નામના યુવકની અટકાયત કરી છે. આરોપી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં TRB જવાન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.
વાસણા પોલીસ સ્ટેશનમાં થયો હતો પરિચય
માહિતી મુજબ, થલતેજમાં રહેતી અને નવરંગપુરાની સ્પા-સલૂનમાં કામ કરતી 27 વર્ષીય યુવતીનો ત્રણ વર્ષ પહેલા વાસણા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
Ahmedabad Rape: મૈત્રી કરાર અને લગ્નનું વચન
આરોપ મુજબ, કલ્પેશે યુવતીને લગ્નનું વચન આપીને મૈત્રી કરાર કર્યો હતો. સાથે જ ભાડે ફ્લેટ અપાવી અવારનવાર મળવા જતો અને સંબંધ બાંધતો (Ahmedabad Rape) હતો. યુવતીને થોડા સમયમાં લગ્ન કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
અચાનક વાતચીત બંધ કરી
યુવતીના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી આરોપીએ વાતચીત બંધ કરી દીધી હતી. અનેક પ્રયાસો છતાં તેણે લગ્ન કરવાનો ઇન્કાર કરતા યુવતીને વિશ્વાસઘાત થયાની લાગણી થઈ હતી.
પોલીસ તપાસમાં નવા ખુલાસા
અમદાવાદ એ ડિવિઝનના ઇન્ચાર્જ ACP એચ.એમ. કણસાગરાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપીએ યુવતીના અન્ય યુવક સાથેના ફોટા જોયા બાદ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે વધુ પુરાવા એકત્ર કરી તપાસ શરૂ રાખી છે.
આ પણ વાંચો:સગીરા પર 9 મહિના સુધી દુષ્કર્મનો આરોપ, બે આરોપી ઝડપાયા
આ પણ વાંચો:પોરબંદરમાં 12 વર્ષના કિશોરનું ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ
આ પણ વાંચો:મહારાષ્ટ્રના પૂણેમાં બાળકી સાથે વૃધ્ધે દુષ્કર્મ કરી હત્યા કરી
