Maharashtra News : મહારાષ્ટ્રના Pune જિલ્લામાં માનવતાને શરમાવે તેવી હૃદયવિદારક ઘટના સામે આવી છે. ભોર તાલુકામાં 4 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્દયી હત્યા(Rapes And Murders) કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં 65 વર્ષના આરોપી ભીમરાવ કાંબલેની ધરપકડ કરી છે, જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
દુષ્કર્મ કર્યા બાદ બાળકીની નિર્દયી હત્યા(Rapes And Murders) કરવામાં આવી
પોલીસ મુજબ, બાળકી ઉનાળાની રજાઓમાં નાનીના ઘરે આવી હતી. શુક્રવારે બપોરે આરોપીએ બાળકીને લલચાવીને નજીકના તબેલામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પથ્થર મારીને તેની હત્યા કરી દીધી. હત્યા બાદ મૃતદેહને છાણના ઢગલામાં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘણો સમય વીતી ગયા છતાં બાળકી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. ગામમાં તપાસ દરમિયાન તબેલામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા આરોપી બાળકીને ત્યાં લઈ જતો જોવા મળ્યો, જેના આધારે તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો.
ઘટના સામે આવતાં જ ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે. સેકડો ગ્રામજનો ઘટનાસ્થળે ભેગા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે અને આરોપીને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તબેલા બહાર કેમ્પ લગાવી દીધો છે અને આરોપીને તેમના હવાલે કરવાની માંગ કરી છે.
આક્રોશિત લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ પણ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો છે.
રાજકીય નેતાઓએ પણ ઘટનાની કડક નિંદા કરી છે. Anil Deshmukhએ આરોપીને ફાંસીની સજા અને કેસની ઝડપી સુનાવણીની માંગ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી Devendra Fadnavisએ ખાતરી આપી છે કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને આરોપીને કડકમાં કડક સજા અપાવવામાં આવશે. Supriya Suleએ આ ઘટનાને માનવતાને કલંકિત કરનારી ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં BNSની કલમ 64, 65, 70 તથા POCSO Act હેઠળ કાર્યવાહી થશે, જેમાં દોષિતને ફાંસી અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.
