Gujarat News: સુઈગામ વિસ્તારમાં બનેલી એક સંવેદનશીલ ઘટનામાં સેશન કોર્ટે કડક નિર્ણય આપતાં ન્યાય પ્રત્યે વિશ્વાસ મજબૂત કર્યો છે. સગીરા પર દુષ્કર્મ (Rape) કરનાર આરોપી પ્રકાશ પઢિયારને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
Rapeની ઘટના જે હચમચાવી ગઈ
આ ઘટના ત્યારે બની હતી જ્યારે 11 વર્ષની બાળા પોતાના ભાઈ માટે બિસ્કિટ લેવા ઘરેથી નીકળી હતી. રસ્તામાં આરોપીએ તેને લલચાવી પોતાના ઘરે બોલાવી અને ત્યાં તેના પર અત્યાચાર આચર્યો હોવાનો કેસમાં ઉલ્લેખ છે. આ ઘટના બાદ બાળાને ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે શરૂઆતમાં પરિવાર સામે આવવામાં સંકોચ અનુભવતો હતો.
પરિવારનો હિંમતભર્યો નિર્ણય
બાળાની તબિયત ખરાબ થતા અને સત્ય બહાર આવતા પરિવારે અંતે ન્યાય માટે આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવી. શરૂઆતમાં સામાજિક દબાણ અને બદનામીના ભય વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ પરિવાર મક્કમ રહી કાયદાનો સહારો લીધો.
કોર્ટનો કડક અભિગમ
Rape કેસમાં સરકારી પક્ષે મજબૂત દલીલો રજૂ કરતા કોર્ટે ગંભીરતા દર્શાવી કડક સજા ફટકારી છે. પોક્સો (POCSO) કાયદા અને સંબંધિત કલમો હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદ, ₹1,75,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ નહીં ભરવામાં આવે તો વધારાની સજા પણ ભોગવવી પડશે. સાથે જ, પીડિતાને વળતર આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
આ પણ વાંચો:આણંદના ઉમરેઠમાં સગીરા પર દુષ્કર્મ: પોક્સો હેઠળ ગુનો, આરોપી ઝડપાયો
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ફટકારી
આ પણ વાંચો:પોરબંદરના મંડેર ગામે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો કેસમાં પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી
