Gandhinagar News : સગીરા પર દુષ્કર્મના એક કેસમાં ગાંધીનગરની વિશેષ પસ્કો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. માણસાના એક ગામના રણજીત બળદેવજી ઠાકોર સામે પોક્સો એક્ટ હેઠળ ચુકાદો આવ્યો છે. આરોપીએ લગ્નની લાલચ આપી 16 વર્ષ 10 માસની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.આરોપી 15 ફેબ્રુઆરી 2024ના રોજ સગીરાને લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પીડિતાની માતાએ 17 ફેબ્રુઆરીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસે કોર્ટમાં રજૂઆત કરી કે, આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જેથી સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજાની માગણી કરી હતી.
બીજા અધિક સેશન્સ જજ જે.એન. ઠક્કરે બંને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લીધા હતા. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ તાલીમાર્થીઓ પગભર બન્યા
આ પણ વાંચો:કાયદાની ઐસી કી તૈસી, વલસાડના કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા
