Junagadh News/ ભવનાથ હત્યા કેસમાં ત્રણ આરોપી ઝડપાયા,મંગળસૂત્રની ચોરીની શંકામાં હત્યા કરી હતી

Junagadh News : જૂનાગઢ (Junagadh)ના ભવનાથ વિસ્તારમાં બનેલી આધેડની હત્યાના કેસ (Bhavnath Murder Case)માં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પત્નીના મંગળસૂત્રની ચોરીની શંકાને કારણે મુખ્ય આરોપી અને તેના બે સાગરિતોએ મળીને આધેડ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ […]

Gujarat Others
જૂનાગઢ (Junagadh)ના ભવનાથ વિસ્તારમાં બનેલી આધેડની હત્યાના કેસ (Bhavnath Murder Case)માં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે

Junagadh News : જૂનાગઢ (Junagadh)ના ભવનાથ વિસ્તારમાં બનેલી આધેડની હત્યાના કેસ (Bhavnath Murder Case)માં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પત્નીના મંગળસૂત્રની ચોરીની શંકાને કારણે મુખ્ય આરોપી અને તેના બે સાગરિતોએ મળીને આધેડ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ 45 વર્ષીય ભરતભાઈ મકવાણા તરીકે થઈ છે. તેઓ મૂળ કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામના વતની હતા અને છેલ્લા 12 વર્ષથી ભવનાથ વિસ્તારમાં સાધુ તરીકે એકલા રહેતા હતા.

મંદિર બહાર થયો જીવલેણ હુમલો

ઘટના ભવનાથ પોલીસ (Bhavnath Police)સ્ટેશન વિસ્તારમાં આવેલા વાગેશ્વરી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મોડી રાત્રે બની હતી. ત્રણ આરોપીઓએ ભરતભાઈ પર લાકડીઓ વડે હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીએ જોયો સમગ્ર બનાવ

મંદિરમાં ફરજ બજાવતા કર્મચારી જમીનભાઈ વોરાએ પોલીસને જણાવ્યું કે તેમણે પોતાની આંખે ત્રણ વ્યક્તિઓને એક વ્યક્તિ પર નિર્દયતાથી હુમલો કરતા જોયા હતા. તેમણે હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ હુમલો ચાલુ રાખ્યો હતો.

પરિવારને પોલીસનો ફોન

મૃતકના મોટા ભાઈ રમેશભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરિવારજનોને મોડી રાત્રે પોલીસ તરફથી ફોન મળતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ભરતભાઈનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ચોરીની શંકા હત્યાનું કારણ બન્યું

તપાસ દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે પત્નીના મંગળસૂત્રની ચોરી (Mangalsutra Theft)ની શંકાને લઈને આરોપીઓએ ભરતભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેમને માર મારતાં તેમનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો : પાટણનો જમીન વિવાદ હત્યા કેસ, મુખ્ય આરોપીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

આ પણ વાંચો : પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: સિયાના માતા-પિતાનું ભાવુક નિવેદન

આ પણ વાંચો : વડોદરામાં ચોંકાવનારી ઘટના: બાળકી હત્યા કેસના આરોપીએ PSIની પિસ્તોલ ઝૂંટવી કરી ફાયરિંગ