Ahmedabad News: અમદાવાદમાં વર્ષો જૂના એક રહસ્યમય મોતના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. વર્ષ 2017માં સાબરમતી નદી (Sabarmati Riverfront Murder Case)માંથી મળેલા અજાણી યુવતીના મૃતદેહ પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. લગભગ 9 વર્ષ બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યાનું પરિણામ હતું. આ મામલે પોલીસે મૃતકના પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sabarmati Riverfront Murder Case: પ્રેમલગ્નના થોડા મહિનામાં પત્નીનું મોત
મળતી માહિતી મુજબ, વર્ષ 2017માં રથયાત્રાના દિવસે સાબરમતી (Sabarmati Riverfront Murder Case) રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે મૃતદેહની ઓળખ થઈ શકી નહોતી અને કાયદેસરની કાર્યવાહી બાદ કેસ અકસ્માત મોત તરીકે નોંધાયો હતો.
તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચને મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે કેસની ફરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક મહત્વના સાક્ષીની પૂછપરછ કરવામાં આવી હતી. સાક્ષીએ વર્ષો જૂની ઘટનાની વિગતો પોલીસ સમક્ષ રજૂ કરતા સમગ્ર ઘટનાક્રમનો ભેદ ખુલ્યો હતો.
Sabarmati Riverfront Murder Case: પતિ જ નીકળ્યો પત્નીનો હત્યારો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બાદમાં બંનેએ લગ્ન કર્યા હતા. જોકે લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે વારંવાર મતભેદો અને ઝઘડા થતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે દંપતી અને તેમનો એક મિત્ર સાથે બહાર ગયા હતા. બાદમાં બનેલી ઘટનામાં યુવતીનું મોત થયું હતું. વર્ષો સુધી આ ઘટના રહસ્ય બની રહી હતી, પરંતુ નવા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કેસ સંબંધિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનો ભલે વર્ષો જૂનો હોય, પરંતુ તપાસ એજન્સીઓ સતત પ્રયત્નોથી સત્ય સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો:સાબરમતી જેલમાં કેદીનું રહસ્યમય મોત, 26 ઈજાઓના ખુલાસાથી જેલ તંત્રમાં ખળભળાટ
આ પણ વાંચો:અમદાવાદના નરોડામાં સાબરમતીના પટમાં ડૂબી જવાથી બે યુવકના મોત
આ પણ વાંચો:અમદાવાદમાં બે હિટ એન્ડ રન, 2ના મોત
