Ahmedabad News/ અમદાવાદના નરોડામાં સાબરમતીના પટમાં ડૂબી જવાથી બે યુવકના મોત

નરોડા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના નરોડામાં ડૂબી જવાથી બે યુવક મોતને ભેટ્યા હતા. આ બનાવની વિગત મુજબ નરોડામાં ગોબરેશ્વર મંહાદેવ મંદિર પાછળ સાબરમચીના પટમાં બે યુવક ન્હાવા માટે ગયા હતા. દરમિયાન બન્ને જણા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા.

તપાસમાં તેમના નામ કુબેરનગર સરદારનગરમાં રાજહંસ ફ્લેટમાં રહેતા પ્રતિક અશોકભાઈ મકવાણા (26) અને કુબેરનગરમાં બીલવાસ ખાતે રહેતા દિપક ગિરીશભાઈ વાઘેલા (19)નો સમાવેશ થાય છે. આ બનાવને પગલે બન્નેના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને UCCના ફોર્મ અપાયા?: સામાજિક કાર્યકરનો આક્ષેપ, ફોર્મ ભરીને નહી આપે તેને પરીક્ષામાં નહી બેસવા દે એવી ધમકી આપી

આ પણ વાંચો:વડોદરામાં રામ નવમીની ઉજવણીને લઈને પોલીસ એક્શનમાં

આ પણ વાંચો:વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું