Vadodara News : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને UCC કોડના ફોર્મ ભરવા આપ્યા છે ને જે ભરીને નહી આપે તેને પરીક્ષામાં નહી બેસવા દે એવી ધમકી આપી હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રાખી કાર્યકરે નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને સમિતિના ચેરમેનને રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓને 13 પ્રશ્નો સાથેનું UCCનું ફોર્મ આપવામાં આવ્યું સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડો. હેગડેવાર પ્રાથમિક શાળા, હરીપુરા્, તાંદલજા પ્રાથમિક શાળા, અકોટા પ્રાથમિક શાળા અને વાસણા પ્રાથમિક શાળા હરીનગર દ્વારા વિદ્યાર્થીઓને 13 પ્રશ્નો સાથેનુ સમાન સિવિલ કોડ (UCC)નું ફોર્મ આપવામાં આવ્યા છે.
ફોર્મ ભરીને પરત ન આપનારને પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપી તેમણે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, શાળાના સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને ફોર્મમાં વાલીની સહી અને મોબાઈલ નંબર લખીને પરત કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે ,કે જો આપ ફોર્મ ઉપર વાલીની સહી અને મોબાઈલ નંબર લખીને પરત કરવામાં નહીં આવે તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવી ધમકી આપવામાં આવી રહી છે.
UCC લાવવા સરકાર દ્વારા એજન્સીઓનો ઉપયોગ કર્યાનો આક્ષેપ સામાજિક કાર્યકર અને વકીલે વધુમાં જણાવ્યું હતું કે, સમાન સિવિલ કોડ લાવવા માટે સરકાર દ્વારા સરકારી એજન્સીઓનો ઉપયોગ કરવાનુ શરૂ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમને જણાવ્યું હતું કે, આ તો માત્ર પશ્ચિમ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે પરંતુ, શહેરની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ સમાન સિવિલ કોડના ફોર્મ આપવામાં આવ્યું હોવાનું અમારું માનવું છે.
ધોરણ 1થી 8ના માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓને ફોર્મ આપ્યાનો આક્ષેપ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માસૂમ વિદ્યાર્થીઓ ફોર્મ લઇને ઘરે ગયા બાદ વાલીને સહી કરી આપવા માટે જણાવતાં વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ અંગે તપાસ કરતા પશ્ચિમ વિસ્તારની ચાર શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8ના માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓને ફોર્મ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને સમિતિના ચેરમેનને રજૂઆત કરી સામાજિક કાર્યકર અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે, UCC લાવવા માટે આવા પ્રોપેગંડા અપનાવવા સામે અમારો વિરોધ છે. અમારી માંગણી છે કે, શાળાઓમાં UCC ફોર્મ આપવામાં આવ્યા છે, તે શાળાઓના જવાબદાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવે. આ અંગે અમે આજે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતા પારઘી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઇને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
જો આ બાબતે વાત સાચી હશે તો કાર્યવાહી કરાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષીધ દેસાઇ અને શાસનાધિકારી શ્વેતા પારઘીએ જણાવ્યું હતું કે, અમારી સમિતિની શાળાઓમાં આવા કોઇ ફોર્મ પર સહી-સિક્કા કરાવવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે આપ્યા નથી. આ બાબતે અમોને કોઇ માહિતી નથી છતાં તપાસ કરવામાં આવશે અને જો આ બાબતે વાત સાચી ઠરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:વડોદરા શહેરમાં વિદેશી દારૂ ભરેલી કારે સર્જયો અકસ્માત
આ પણ વાંચો:રાજકોટના વિંછીયા તાલુકામાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો
