Ahmedabad News : અમદાવાદના સરખેજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના અધિકારીએને માહિતી મળી હતી કે સરખેજના વણઝરમાં સાબરમતી નદીના કિનારે કેટલાક શખ્સો દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં પોલીસે રૂ. 3,40,000 ની કિંમતનો 1,700 લિટર દેશી દારૂ, રૂ.6,30,200 ની કિંમતનો 25,200 લિટર વોશ અને એક વાહન મળીને કુલ રૂ. 13,79,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે કમોડ ગામમાં રહેતા શૈલેષ ઉર્ફે કાળો જશુભાઈ ચુનારાની ધરપકડ કરી હતી. જ્યારે નવ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં