Rajkot News/ જેતલસર ગામે દોઢ વરસની બાળકીનું પાણીની કુંડીમાં પડી જતા મોત

દોઢ વરસની દીકરીનું પાણીની કુંડીમાં પડી જવાથી મોત (Dies)

Gujarat Rajkot

Rajkot News : જેતપુર તાલુકાના જેતલસર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેતલસર–મંડળીકપુર રોડ પર આવેલ ‘સિગ્નોલ પોલી કેપ’ નામના પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય મજૂર દંપતીની દોઢ વરસની બાળકીનું પાણીની કુંડીમાં પડી જવાથી મોત (Dies)નીપજ્યું છે.

 ફરજ પરના તબીબે તપાસ બાદ તેણીને મૃત (Dies) જાહેર કરી

ફરજ પરના તબીબે તપાસ બાદ તેણીને મૃત (Dies) જાહેર કરી

મળતી માહિતી મુજબ, મજૂર દંપતી કારખાનામાં ફરજ બજાવી રહ્યું હતું ત્યારે તેમની દીકરી અનન્યા પિન્ટુભાઈ રાજપૂત કારખાનાની આસપાસ રમતી હતી. આ દરમિયાન રમતા રમતા અનન્યા અચાનક પાણીથી ભરેલી કુંડીમાં પડી ગઈ. ઘટનાની જાણ થતા તાત્કાલિક તેને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેણીને મૃત (Dies) જાહેર કરી હતી.

બાળકીના અચાનક મોત (Dies)થી પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો

દોઢ વરસની માસૂમ બાળકીના અચાનક મોત (Dies)થી પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના માતા-પિતાઓ અને ઉદ્યોગોમાં કામ કરતા પરિવારો માટે લાલબત્તી સમાન છે, જ્યાં કામના સ્થળે બાળકોની સલામતી માટે ખાસ તકેદારી જરૂરી બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar માં દૂષિત પાણીથી હાહાકાર, સાત વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: મધ્યપ્રદેશ : ઝેરી કફ સિરપ પીવાથી છિંદવાડામાં વધુ એક બાળકીનું મોત, મૃત્યુઆંક 10 પર પહોંચ્યો

આ પણ વાંચો: દાહોદના અંતેલા ગામે દુ:ખદ અકસ્માત, સ્કૂલ બસના ટાયર નીચે કચડાતાં 4 વર્ષીય બાળકીનું મોત