Surat News/ સુરતમાં રખડતા શ્વાનોનો ત્રાસ: માંગરોળમાં 6 વર્ષીય બાળકીનું મોત, પાલિકાની ઉદાસીનતા સામે રોષ

જૂનીકોસાડી ગામમાં તેના પરિવાર સાથે રહેતી એક માસૂમ બાળકી બહાર રસ્તા પર રમી રહી હતી. તે દરમિયાન અચાનક ત્રણ-ચાર રખડતા શ્વાનો ત્યાં આવી ગયાશ્વાનોએ છ વર્ષની બાળકી પર હુમલો કર્યો.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં રખડતા પ્રાણીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. માંગરોળમાં રખડતા શ્વાનોના આતંકનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. માંગરોળમાં રસ્તા પર 3-4 રખડતા શ્વાનોએ એક બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલાથી બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 6 વર્ષની બાળકીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. શહેરભરમાં શ્વાનના હુમલાના અનેક બનાવો નોંધાયા છે. રસ્તા પર ચાલતા રાહદારીઓ રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. જોકે, નાગરોલ વહીવટીતંત્ર દ્વારા રખડતા પ્રાણીઓના આતંકને સમાપ્ત કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.

માંગરોળમાં શ્વાનના આતંકે વધુ એક માસૂમનો ભોગ લીધો. જૂનીકોસાડી ગામમાં તેના પરિવાર સાથે રહેતી એક માસૂમ બાળકી બહાર રસ્તા પર રમી રહી હતી. તે દરમિયાન અચાનક ત્રણ-ચાર રખડતા શ્વાનો ત્યાં આવી ગયાશ્વાનોએ છ વર્ષની બાળકી પર હુમલો કર્યો. માસૂમ બાળકીએ શ્વાનના હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ કરી શકી નહીં. આ દરમિયાન, જ્યારે આસપાસના લોકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા. લોકો ભેગા થતાં જ રખડતા શ્વાનો ભાગી ગયા. જોકે, શ્વાના ક્રૂર હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.

શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી 6 વર્ષની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 6 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. અગાઉ શહેરમાં શ્વાનના હુમલામાં 5 વર્ષનો બાળક અને 2 વર્ષનો બાળક મૃત્યુ પામ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કુતિયાણામાં ચાર હિસક શ્વાનોએ બે માસમા બાળક પર હુમલો કરતા કમકમાટીભર્યું મોત, પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી

આ પણ વાંચો:રખડતાં શ્વાનનો આતંક ખૂબ વધ્યો, બચવાના પ્રયાસ કરતી વખતે નીપજ્યું મોત

આ પણ વાંચો:રાજકોટના શાપરમાં 5 શ્વાને હુમલો કરતા 7 વર્ષના બાળકનું મોત