Porbandar News : કુતિયાણાના કોટડા ગામે ચાર હિંસક શ્વાનોએ બે માસના બાળક પર હુમલો કરતા બાળક નું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. E બનાવ ના પગલે પરપ્રાંતીય શ્રમિક પરિવાર માં અરેરાટી વ્યાપી ગઈ છે. પોરબંદર શહેર બાદ ગ્રામ્ય પંથકમાં પણ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. કુતિયાણા ના કોટડા ગામે રહેતા જીવાભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરે એમ.પી ના ગ્રામ્ય પંથકમાંથી મહેશ વાડકિયા નામનો શ્રમિક મજૂરીકામ માટે આવ્યો છે અને વાડી માં જ વસવાટ કરી રહ્યો છે.

મહેશભાઈનો ૨ માસ નો પુત્ર વિશાલ બપોર ના સમયે ફળિયા માં ઘોડિયા માં સુતો હતો ત્યારે ચાર હિંસક શ્વાનો એ તેના પર હુમલો કર્યો હતો આથી નજીક માં ખેતમજુરી કરી રહેલો તેનો પરિવાર દોડી આવ્યો હતો અને શ્વાનો ને ભગાડ્યા હતા અને ત્યાર બાદ વિશાલ ને ગંભીર ઈજા હોવાથી સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર ના તબીબે તેને મૃત જાહેર કર્યો છે.
મૃતક બાળક પરિવારનું એક માત્ર સંતાન હતું અને આ સંતાન માટે પરિવારે માનતા કરી હતી.ત્યારે તેના મોત થી સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે તો આસપાસ ના વાડી વિસ્તાર માં પણ અરેરાટી વ્યાપી છે.
આ પણ વાંચો:સુરતમાં વેપારીએ લાઈવ થઈ આપઘાત કર્યો, 3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
આ પણ વાંચો:સુરતનાં કામરેજમાં પરિવારનો સામૂહિક આપઘાત, 3નાં મૃતદેહો મળી આવ્યાં
