Surat News : વધુ એક મોડલે સુરતમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા મોડલે અંતિમ રીલમાં લખ્યું હતું કે આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી. આ બનાવની વિગત મુજબસુરતમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ આ મામલે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી. જેમાં ‘બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે’ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી. જ્યારે અંતિમ પોસ્ટમાં ‘આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે’નું લખાણ લખેલી રીલ પોસ્ટ કરવામાં આવી છે. જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મુકવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે, સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી.
પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે. અંજલિ મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી. હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરી રહી હતી. તે દરમિયાન અંજલિએ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા દરવાજો ખખડાવવા છતાં દરવાજો ન ખોલતા તોડીને પ્રવેશ કરતા અંજલિ લટકતી હાલતમાં મળી આવી હતી. દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
23 વર્ષીય યુવતી અંજલિ વરમોરાએ ઘરે જ આપઘાત કરી લીધો હોવાની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ અઠવા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. હાલ તો અંજલિના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે છેલ્લા થોડા મહિનાઓથી કામ કરી રહી હતી. જેના માટે તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. અંજલિની બે વર્ષ પહેલા સગાઈ થઈ ચૂકી હતી.
જ્યારે પ્રાથમિક રીતે અંજલિએ માનસિક તણાવમાં આ આકરું પગલું ભરી લીધું હોવાની આ શંકા સેવવામાં આવી રહી છે. જોકે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ 2 મે, 2025ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ કયા કારણસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું એ અંગે હાલ રહસ્ય સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. બહેનપણી ઘરે આવતાં યુવતી લટકતી હાલતમાં મળી હતી.
19 વર્ષીય મોડલના પરિવારને જાણ કરવામાં આવતા મધ્યપ્રદેશથી સુરત આવ્યા હતા. પરિવાર ન હોવાથી 24 કલાક બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું.મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલા સારથિ રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત આપઘાતના ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરતના સારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે આવી હતી.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી
આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ
આ પણ વાંચો:કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે ગુજરાતભરમાં પોલીસના દરોડા

