સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં ટેન્કરમાંથી પાણી ભરવા પડાપડીની સાથે પાણી માટે પાણીપતના યુધ્ધ જેવી કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં ન મળતા લોકો વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા છે. અને નાની કઠેચી ગામમાં દરરોજનું અંદાજે 15 હજારનું પાણી વેચાતુ લેવામાં આવતું હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
પછાત ઝાલાવાડ વિસ્તારમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં મહિલાઓમાં બેડા યુધ્ધના દ્રશ્યો સહજ જોવા મળતા હોય છે. આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં મહિલાઓએ ભરબપોરે માથે બેડા ઊંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવાની નોબત આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં ટેન્કરમાંથી પાણી ભરવા પડાપડીની સાથે પાણી માટે પાણીપતના યુધ્ધ જેવી કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ત્યારે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે તંત્ર દ્વારા ટેન્કર ફાળવતા પાણી ભરવા માટે મહિલાઓ વચ્ચે પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં ન મળતા લોકો વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં આગ ઓકતી ગરમીમાં પુરતા પ્રમાણમાં ટેન્કર ફાળવવામાં આવે તેવી વ્યાપક માંગ નાની કઠેચી ગ્રામજનોએ ઉઠાવી છે. હાલમાં નાની કઠેચી ગામમાં દરરોજનું અંદાજે 15 હજારનું પાણી વેચાતુ લેવામાં આવતું હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
વિઠ્ઠલગઢથી ખાસ યોજના હેઠળ નાની કઠેચી ગામે પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતુ. જેમાં વચ્ચે અમુક લોકો દ્વારા આ પાઇપલાઇનમાંથી પાણીની ચોરી કરાતા નાની કઠેચી ગામે પીવાનું પાણી પહોંચતું ન હોવાથી નાની કઠેચીના ગ્રામજનોને વેચાતુ પાણી લેવુ પડે છે. આ અંગે નાની કઠેચી ગ્રામજનો દ્વારા લાગતા વળગતા તંત્રને અનેકો રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ ન આવતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે. અને લીંબડીના નાની કઠેચી ગ્રામજનોને પીવાના પાણીની એક એક બુંદ માટે રીતસરના વલખાં મારવાની નોબત આવી છે.
