વિશ્વમાં કોરોના કેસ માં સતત વધતા જોવા મળી રહ્યા છે.કોરોનાની આ બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી રહી છે.ત્યારે ભારતમાં સુનિશ્ચિત સમય સુધી આંતરરાષ્ટ્રીય વ્યાપારી મુસાફરોની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધીનો લગાવી દેવામાં આવ્યો છે. . શુક્રવારે આ સંદર્ભમાં એક પરિપત્ર જારી કર્યો હતો. તે જણાવે છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન્સ અને DGCA એ દ્વારા ખાસ મંજૂરી અપાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.
નોધનીય છે કે કોરોના વાયરસ ને કારણે 23 માર્ચ 2020થી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય મુસાફરો સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. પરંતુ જુલાઈથી વંદે ભારત મિશન અંતર્ગત અને દ્વિપક્ષીય એર બબલ એરેન્જમેન્ટ હેઠળ ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે. ભારતે અમેરિકા, યુકે, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિતના 27 દેશો સાથે એર બબલ કરાર કર્યા છે. બંને દેશો વચ્ચે એર બબલ કરાર હેઠળ, તેમની એરલાઇન્સ, પ્રદેશો વચ્ચે ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન કરી શકે છે.
