Gandhinagar News/ ગાંધીનગરમાં લાંચ લેતા નાયબ મામલતદાર સહિત બે ઝડપાયા

ગાંધીનગર કોર્ટના પાર્કીગ પાસે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં લાંચ(Bribe)ના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat Gandhinagar
ફરીયાદીની ફરીયાદના આધારે ગાંધીનગર કોર્ટના પાર્કીગ પાસે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં લાંચ(Bribe)ના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Gandhinagar News : પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે એક વ્યક્તિ પાસેથી  રૂ,4,50,000 ની લાંચ(Bribe) લેતા ગાંધીનગર કલેક્ટર કચેરી, જમીન ફાળવણી વિભાગના નાયબ મામલતદાર બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર અને દિનેશ બુધાલાલ વાળંદ (નિવૃત્ત પટાવાળા)ની ACB એ ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ ફરીયાદીના સાહેદના મકાનનુ પ્રોપર્ટીકાર્ડ બનાવવા સારૂ કલેક્ટર કચેરીની જમીન ફાળવણી કચેરીમાં અરજી કરી હતી. બીજીતરફ આરોપીઓએ ફરીયાદી પાસે પ્રોપર્ટીકાર્ડ કઢાવવા સારૂ અભિપ્રાય આપવા સારૂ અને કાગળોમાં ક્ષતિ નહી કાઢવા સારૂ આરોપી બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર, નાયબ મામલતદાર, વર્ગ-૩, જમીન ફાળવણી, કલેક્ટર કચેરી, ગાંધીનગરના કહેવાથી આરોપી દિનેશ બુધાલાલ વાળંદ (નિવૃત્ત પટાવાળા)એ ફરીયાદી પાસે રૂ.9,50,000ની લાંચ(Bribe)ની માંગણી કરી હતી.

તે પૈકીના રૂ.4,50,000 લાંચની રકમ પહેલાં આપવા જણાવ્યું હતું.  જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય ACB.નો સંપર્ક કર્યો હતો. બાદમાં ફરીયાદીની ફરીયાદના આધારે ગાંધીનગર કોર્ટના પાર્કીગ પાસે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં લાંચ(Bribe)ના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, બંને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.


આ પણ વાંચો : સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો દાખલ

આ પણ વાંચો : જામનગરમાં CPWDનો આસિસ્ટન્ટ એન્જિનિયર ₹4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ પણ વાંચો : મહુવાના તત્કાલીન મામલદાર સામે લાંચનો ગુનો દાખલ