Ahmedabad News : છેતરપિંડીના ગુનામાં હેરાન નહી કરવા તથા ઝડપથી ચાર્જશીટ કરવા માટે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ ફરિયાદી પાસે રૂ.50,000 ની લાંચ(Bribery) માંગી હતી. બાદમાં લક્ષ્મણ મોરી વતી લાંચ લેતા બ્રીજેશ શ્રીમાળી(પ્રજાજન) ઝડપાઈ ગયો હતો. આ અંગે ACBએ લક્ષ્મણ મોરી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદીના ભાઇ તથા અન્ય પાંચ જણા વિરૂધ્ધમાં સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ખાતે નાણાકીય છેતરપીંડી અંગેનો ગુનો રજીસ્ટર થયો હતો. આ ગુના સંદર્ભે ગઇ તા.17/12/2025 નારોજ ફરીયાદીના ભાઇની ધરપકડ થઈ હતી અને નામદાર કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવેલ હતા. રીમાન્ડ પુરા થતા તેને સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો., આ દરમ્યાન ફરીયાદી તથા તેમના ગામના બ્રીજેશ શ્રીમાળી બન્ને જણા સોલા પો.સ્ટે. ખાતે ગયેલા અને પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ગાગજીભાઇ મોરીને મળ્યા હતા.

તેઓએ ફરીયાદીના ભાઇને આ ગુનામાં વધુ હેરાન નહી થાય તથા ચાર્જશીટ વહેલા કરવા તથા બીજો ગુનો દાખલ નહી કરવા તેમજ વહેલા જામીન અપાવવા પેટે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લક્ષમણભાઇ ગાગજીભાઇ મોરીએ ફરીયાદી પાસે રૂ. 1,20,000 ની માંગણી કરી હતી. જોકે રકઝક ના અંતે રૂ. 70,000 નક્કી થયા હતા. જેમાથી રૂ. 20,000 આરોપી લક્ષ્મણ મોરી વતી આરોપી બ્રિજેશકુમાર મનસુખભાઇ શ્રીમાળી, (પ્રજાજન)એ ફરીયાદીના ભાઇ પાસેથી ફોન પે થી ઓનલાઇન મેળવ્યા હતા. જ્યારે બાકી ના રૂ.50,000 આરોપી લક્ષ્મણ મોરી વતી આરોપી બ્રિજેશકુમાર શ્રીમાળીએ સ્વીકારવાનો વાયદો કર્યો હતો
પરંતુ આ લાંચ(Bribery) ની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઈ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જોનો આધારે આજરોજ ઉપ સરપંચ ટી સ્ટોલ સરખેજ સર્કલ નજીક, સરખેજ થી સાણંદ જવાના રોડ ઉપર સરખેજ અમદાવાદ ખાતે લાંચ(Briberyના છટકા નું આયોજન કરવામા આવ્યું હતું.આ લાંચના છટકા દરમ્યાન બ્રિજેશકુમારે આરોપી લક્ષ્મણ મોરી વતી લાંચ (Bribery)પેટે માંગેલ લાંચના રૂ.50,000 સ્વીકારી રંગેહાથે પકડાઈ જઇ ગુનો કર્યો હતો.
આરોપી બ્રિજેશકુમાર શ્રમીળી સ્થળ ઉપરથી પકડાઈ ગયો હતો તથા લક્ષ્મણ મોરી સ્થળ ઉપર મળી આવ્યો ન હતો.
