Ajab Gajab News/ મહેસૂલ વધારવા માટે જાપાનનો અજીબ પ્રયોગ, યુવાનોને વધુ દારૂ પીવા કરી હતી અપીલ

2026ના વર્ષમાં પણ Japan ના ‘Sake Viva’ અભિયાનની ચર્ચા છે. જાણો કેવી રીતે જાપાન સરકારે મહેસૂલ વધારવા માટે યુવાનોને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તેની પાછળના આર્થિક કારણો શું હતા.

Ajab gajab Ajab Gajab News Trending Lifestyle
Japan

Japan Sake Viva Campaign: સામાન્ય રીતે દુનિયાની તમામ સરકારો પોતાના નાગરિકોને નશાથી દૂર રહેવાની સલાહ આપતી હોય છે, પરંતુ વર્ષ 2026માં પણ જાપાનના અર્થતંત્રમાં એ ચર્ચા જીવંત છે કે કેવી રીતે ત્યાંની સરકારે યુવાનોને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાંભળવામાં જેટલું અજીબ લાગે છે, તેની પાછળનું કારણ અત્યંત ગંભીર આર્થિક સંકટ હતું.

Japan

કેમ લેવો પડ્યો હતો આવો અજીબ નિર્ણય?

કોરોના મહામારી પછી જાપાનમાં દારૂના વેચાણમાં જે મોટો ઘટાડો શરૂ થયો હતો, તેની અસર લાંબા સમય સુધી રહી હતી. જાપાનની નેશનલ ટેક્સ એજન્સીએ નોંધ્યું હતું કે દારૂના વેચાણમાંથી મળતી ટેક્સની આવક જે 1980માં કુલ આવકના 5% હતી, તે ઘટીને 1.7% થી પણ નીચે જતી રહી હતી. આ આર્થિક ખાધને ભરવા માટે સરકારે યુવાનોનો સહારો લેવાનું નક્કી કર્યું હતું.

Japan

‘Sake Viva’ કેમ્પિયનનો તે વિવાદિત ઈતિહાસ

સરકારે ‘Sake Viva’ નામનું એક ખાસ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ 20 થી 39 વર્ષના યુવાનો પાસેથી એવા બિઝનેસ આઈડિયા માંગવામાં આવ્યા હતા જેનાથી જાપાનીઝ રાઈસ વાઈન (Sake) અને અન્ય દારૂના વેચાણને વેગ મળી શકે. તે સમયે યુવાનોને સપ્ટેમ્બરના અંત સુધીમાં પોતાના આઈડિયા મોકલવા કહેવામાં આવ્યું હતું, જેથી ઘટતી ટેક્સ આવકને ફરીથી વધારી શકાય.

Japan

ઘટતી જન્મદર અને વૃદ્ધ થતી વસ્તીનું સંકટ

જાપાનમાં (Japan) દારૂનો વપરાશ ઘટવા પાછળનું મુખ્ય કારણ વસ્તીનું માળખું હતું. વર્લ્ડ બેંકના 2020-25ના આંકડા મુજબ, જાપાનની(Japan) એક તૃતિયાંશ વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરની થઈ ગઈ હતી. યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધતા તેઓ દારૂથી દૂર થઈ રહ્યા હતા. 1995માં જે સરેરાશ વપરાશ 100 લિટર હતો, તે 2020 સુધીમાં ઘટીને 75 લિટર થઈ ગયો હતો અને ત્યારબાદ પણ આ ઘટાડો ચાલુ રહ્યો હતો.

Japan

આર્થિક જરૂરિયાત વિરુદ્ધ સામાજિક જવાબદારી

જાપાન (Japan) સરકારના આ પગલાની તે સમયે સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. ટીકાકારોએ દલીલ કરી હતી કે એક તરફ સરકાર લોકોના સારા સ્વાસ્થ્યની વાતો કરે છે અને બીજી તરફ તિજોરી ભરવા માટે યુવાનોને નશા તરફ ધકેલે છે. જોકે, સરકાર (Japan)  માટે અર્થતંત્રને ફટકાથી બચાવવા માટે મહેસૂલ વધારવું અનિવાર્ય હતું.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા

આ પણ વાંચો:આ દેશમાં મોટું પેટ ધરાવતા પુરુષો છે સૌથી આકર્ષક, ફાંદ વધારવા માટે પીવે છે પશુઓનું લોહી; જાણો અનોખી પરંપરા

આ પણ વાંચો: ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ