Nadiad News : ખેડા જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગીરા(Minor Girl)ને લાંબા સમય સુધી બ્લેકમેલિંગ અને દુષ્કર્મ(Raped)નો ભોગ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 9માંથી 8 આરોપીઓની ધરપકડ(Arrested) કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.
સગીરાના વાંધાજનક ફોટા અને વીડિયો બનાવી દુષ્કર્મ(Raped) આચર્યું
આ ઘટના લગભગ ત્રણ વર્ષ પહેલાં શરૂ થઈ હતી, જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમના નામે ફસાવી હતી. બાદમાં તેણે સગીરાના વાંધાજનક ફોટા અને વીડિયો બનાવી તેને ધમકાવી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ સામગ્રીનો ઉપયોગ કરીને તેણે સગીરાને પોતાની ઇચ્છા મુજબ વર્તવા મજબૂર કરી.
આગળ ચાલીને, આરોપીએ આ ફોટા-વીડિયો પોતાના સાથીદારો સાથે શેર કર્યા, જેના પગલે અન્ય આરોપીઓએ પણ સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર ફોટા-વીડિયો વાયરલ કરવાની અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી, સગીરાને સતત શારીરિક અને માનસિક શોષણનો ભોગ બનાવવામાં આવી. આ અત્યાચાર 2023થી લઈને 2025ના રમઝાન સુધી ચાલતો રહ્યો હોવાનું સામે આવ્યું છે.
લાંબા સમય સુધી ચાલેલા આ ત્રાસ બાદ, સગીરાએ અંતે હિંમત કરી અને પોતાના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરી. ત્યારબાદ પરિવારના સહકારથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
ખેડા ટાઉન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલો સુનિયોજિત કાવતરું લાગતો હોય શકે છે. સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ હાલ ફરાર આરોપીની શોધખોળમાં લાગી છે અને ખાતરી આપી છે કે તમામ આરોપીઓ(Accused)ને કાયદાની કડક સજા અપાવવામાં આવશે.
