Vadodara News/ ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદના ચક્રવ્યૂહમાં? મામલો પહોંચ્યો હર્ષ સંઘવી સુધી

વડોદરામાં ભાજપ નેતાની ભત્રીજીના મામલે Love Jihadનો આરોપ, મુદ્દો રાજ્ય સુધી પહોંચતા ચર્ચા ગરમાઈ.

Top Stories Gujarat Vadodara Breaking News
Love Jihadનો વિવાદ,ભાજપ નેતાની ભત્રીજીનો મુદ્દો ગરમાયો

Vadodara News: વડોદરામાં એક સંવેદનશીલ ઘટના સામે આવી છે, જેમાં ભાજપના એક સ્થાનિક નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધમાં હોવાનો અને ગુપ્ત રીતે લગ્ન (Love Jihad) કરી લીધાનો મામલો સામે આવ્યો છે. યુવતી બે દિવસથી ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. બાદમાં યુવતી તાંદલજા વિસ્તારમાંથી મળી આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

બે દિવસથી યુવતી ગુમ થતા પરિવાર ચિંતિત

મળતી માહિતી મુજબ વડોદરાના સમા વિસ્તારમાં રહેતા ભાજપના એક નેતાની ભત્રીજી અચાનક ઘેરથી ગુમ થઈ ગઈ હતી. યુવતીનો કોઈ સંપર્ક ન થતાં પરિવારજનોએ અનેક સ્થળે શોધખોળ કરી હતી. પરંતુ કોઈ માહિતી ન મળતાં આખરે સમા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Love Jihad: એડવોકેટ યુવક સાથે ઓળખાણથી શરૂ થયો સંબંધ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી એડવોકેટ તરીકે કાર્યરત હતી. તે દરમિયાન તેની ઓળખાણ એક બિનહિંદુ એડવોકેટ યુવક સાથે થઈ હતી. ઓળખાણ પછી બંને વચ્ચે નજીકતા વધી અને બાદમાં પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. આ બાબત વિશે પરિવારજનોને અગાઉ કોઈ જાણ નહોતી.

Love Jihad

છ મહિના પહેલા ગુપ્ત રીતે કર્યા લગ્ન

યુવતીની શોધખોળ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતીએ લગભગ છ મહિના પહેલા જ તે બિનહિંદુ યુવક (Love Jihad) સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ માહિતી સામે આવતા પરિવારજનો આશ્ચર્યમાં પડી ગયા હતા.

મામલો નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

પરિવારજનોએ પોલીસ પાસે મદદ માગી હતી, પરંતુ શરૂઆતમાં પૂરતી કાર્યવાહી ન થતા તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi સુધી પણ રજૂઆત કરી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવતીને શોધવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી.

હિંદુ સંગઠનો પણ થયા સક્રિય

આ મામલામાં કેટલાક હિંદુ સંગઠનો પણ સક્રિય બન્યા હતા અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી. અંતે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી યુવતી મળી આવી હતી. ત્યારબાદ યુવતીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપાઈ યુવતી

પોલીસે યુવતીને સ્ટેશનમાં લઈ જઈ તેની કાઉન્સેલિંગ કરી હતી અને સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યુવતીને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

આ ઘટના સામે આવતા વડોદરામાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પરિવારજનો આ મામલાને ‘લવ જેહાદ’ (Love Jihad) તરીકે રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ સમગ્ર મામલે તટસ્થ રીતે તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:લવ જેહાદ’નો આક્ષેપ, વલસાડના ધરમપુરમાં સગીરાનું અપહરણ

આ પણ વાંચો:આણંદમાં લવ જેહાદ જેવી ચોંકાવનારી ઘટના, 26 વર્ષીય વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ  

આ પણ વાંચો:લવ જેહાદ : વિધર્મીએ કિશોરીને જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની