Tokyo Paralympics/ ભારતને મળ્યો વધુ એક મેડલ, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોક્યો પેરામિમ્પિકમાં ભારતે આજે વધુ એક મેડલ જીત્યો છે. જણાવી દઇએ કે, ટોક્યો પેરાલિમ્પિક્સમાં આજે ભારત માટે ખાસ દિવસ છે.

Top Stories Sports
ભારતને
  • ટોકયો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ
  • શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ
  • 10મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મેળવી જીત
  • પેરાલિમ્પિકમાં ભારતને ફાળે વધુ એક મેડલ

ટોક્યો પેરામિમ્પિકમાં ભારતે આજે વધુ એક મેડલ જીત્યો છે. જણાવી દઇએ કે, ટોક્યો પેરાલિમ્પિક્સમાં આજે ભારત માટે ખાસ દિવસ છે. જણાવી દઇએ કે, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગર્વનો અહેસાસ કરાવ્યો છે.

આ પણ વાંચો – Alert! / દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, આસામમાં પૂરની સ્થિતિ તો મુંબઈમાં ભારે વરસાદની આગાહી

આપને જણાવી દઇએ કે, ભારતને મંગળવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પ્રથમ મેડલ મળ્યો છે. શૂટિંગમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતનાં સિંહરાજે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનીષ નરવાલ ફાઇનલમાં સાતમાં સ્થાને રહ્યો હતો અને બીજા રાઉન્ડમાં બહાર થઇ ગયો હતો. ફાઇનલમાં સિંહારાજે 216.8 નો સ્કોર કર્યો હતો. શૂટિંગમાં ભારતનો આ બીજો મેડલ છે. જણાવી દઇએ કે, તે પહેલા મહિલાઓની 10 મીટર રાઇફલ SS1 ઇવેન્ટમાં અવની લેખનાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોમવારે તે શૂટિંગમાં પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. આજની શરૂઆતમાં, ભારતીય શૂટર રુબિના ફ્રાન્સિસ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સાતમાં ક્રમે રહી હતી. આ સાથે જ રાકેશ કુમારને પુરુષોની તીરંદાજી સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સિરાજનાં બ્રોન્ઝ મેડલ સાથે, ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ 8 મો મેડલ છે. અવની લખના ઉપરાંત સુમિતે એન્ટિલમાં પુરુષોની બરછીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં બે ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.