દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છેે .. દિલ્હી ચૂંટણી પંચ વિજય દેવે શુક્રવારે પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે દિલ્હીમાં MCD ચૂંટણીનું વોટિંગ 4 ડિસેમ્બરે થશે અને 7 ડિસેમ્બરે પરિણામો આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. તેમણે કહ્યું કે આજથી આચાર સંહિત્તા લાગુ થઈ જશે. ચૂંટણી પ્રચાર માટે લાગેલા હોર્ડિંગ્સ અને બેનર હટાવી દેવાશે.
દિલ્હી ચૂંટણી પંચે કહ્યું કે દિલ્હીમાં 7 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. 14 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. 16 નવેમ્બર સુધી તેની સ્ક્રૂટિની થશે અને ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર રહેશે. દિલ્હીમાં વિધાનસભાની 70 સીટ છે. પરંતુ 2 સીટ પર ચૂંટણી થશે નહીં. તેવામાં 68 બેઠકો પર રહેશે જેમાં 250 વોર્ડ છે. અહીં ઈલેક્શન કરવામાં આવશે. ગત વખતની જેમ ઈવીએમ યુઝ કરવામાં આવશે. 50 હજારથી વધુ ઈવીએમ રાખવામાં આવ્યા છે. સૌથી પહેલા મોક પોલસ થશે. નોટાનો ઉપયોગ પણ થશે. વોટરની સુવિધા માટે ફોટોગ્રાફ સાથેનું આઈડી કાર્ડ બતાવવું પડશે. ચૂંટણીમાં એક લાખથી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે. તેમાં પોલીસ પણ શામેલ થશે.
તેમણે કહ્યું કે, ચૂંટણીમાં 250 એઆરઓ હશે. 2 હજાર સેક્ટર મેજિસ્ટ્રેટ હશે. 68 જનરલ ઓબ્ઝર્વર તૈનાત રહેશે. દિલ્હીમાં આજથી આચાર સંહિત્તા લાગુ થશે. તે પછી સતત નિયમો પર નજર રહેશે. મોડલ બુક ઓફ કંડક્ટની એક બુકલેટ જાહેર કરવામાં આવશે. જેમાં બધી જોગવાઈઓનો ઉલ્લેખ છે. લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. તેના માટે પરવાનગી લેવી પડશે.
આજથી ગેરકાયદે હોર્ડિંગ્સ અને પોસ્ટરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરને મંજૂરી આપવામાં આવશે નહીં. 68 સ્થળોએ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારોનું નામાંકન કરવામાં આવશે. પોલીસને પણ યોગ્ય સુરક્ષા આપવા સૂચના આપવામાં આવી છે. અગાઉ ઉમેદવાર રૂ. 5.75 લાખ સુધીનો ખર્ચ કરી શકતો હતો. હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને તમે 8 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 250 સીટો છે. તેમાંથી 42 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે 50 ટકા બેઠકો મહિલાઓ માટે પણ અનામત રહેશે. આ તમામ બેઠકો ચિહ્નિત કરવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડના સીમાંકન બાદ કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબરે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સૂચનામાં, પંચે કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા સુધારેલી મતદાર યાદીની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી, 2022 છે, તેને MCD ચૂંટણી માટે મતદાર યાદી તરીકે ગણવામાં આવશે. અધિકારીઓએ કહ્યું હતું કે આનો અર્થ એ છે કે 1 જાન્યુઆરી, 2022 સુધીમાં જેઓ મતદાતા બનશે તેઓ જ આગામી MCD ચૂંટણીમાં પોતાનો મત આપી શકશે.
અગાઉ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 272 સીટો હતી. અગાઉ ઉત્તર અને દક્ષિણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 104-104 કાઉન્સિલરની બેઠકો હતી, જ્યારે પૂર્વ દિલ્હીમાં 64 બેઠકો હતી, પરંતુ એકીકરણ અને સીમાંકન પછી, ત્યાં 250 બેઠકો છે. દિલ્હીની 21 વિધાનસભા મતવિસ્તારમાં એક વોર્ડ ઘટ્યો છે અને એક વિધાનસભામાં સીટ વધી છે. આ રીતે દિલ્હીમાં 250 વોર્ડમાં કાઉન્સિલરની ચૂંટણી યોજાશે.
1 જાન્યુઆરી, 2022 સુધીમાં, દિલ્હીમાં લગભગ 1.48 કરોડ મતદારો હતા. MCDના સીમાંકન પછી ગૃહ મંત્રાલય (MHA) એ મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેના પછી MCD ચૂંટણી માટે રસ્તો સાફ થઈ ગયો હતો. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા 800 પાનાના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડની સંખ્યા હવે 250 થઈ જશે. નગરપાલિકાના એકીકરણ પહેલા 70 વિધાનસભા મતવિસ્તારમાં 272 વોર્ડ હતા.
