Photos/ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ તસવીરો

મેક્સવેલની પત્નીએ પણ આ જ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેઓએ સાથે મળીને કેપ્શનમાં લખ્યું, ‘મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ,

Top Stories Photo Gallery

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની છોકરી વિની રામન સાથે લગ્ન કર્યા છે. મેક્સવેલે શનિવારે સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નના સમાચાર સાર્વજનિક કર્યા હતા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ શુક્રવારે લગ્ન કરી લીધા. લગ્ન સમારોહમાં ફક્ત થોડા નજીકના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેક્સવેલે શનિવારે સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નના સમાચાર સાર્વજનિક કર્યા હતા.

Australian Cricketer Glenn Maxwell marries Vini Raman, See the viral pics-mjs

મેક્સવેલે શેર કર્યો લગ્નનો ફોટો

33 વર્ષીય મેક્સવેલે સોશિયલ મીડિયા પર પોતાની અને વિનીની એક તસવીર શેર કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં મેક્સવેલ અને તેની પત્ની એકબીજાને કિસ કરતા જોવા મળે છે. વિનીએ લગ્નનો પોશાક પહેર્યો છે, જ્યારે મેક્સવેલે સૂટ પહેર્યો છે. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સાથે આ કપલને અભિનંદન પાઠવનારાઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/CbRZdServhU/?utm_source=ig_embed&ig_rid=8351857e-0886-4d68-b859-311eb326ca8b

 

મેક્સવેલની પત્નીએ પણ આ જ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેઓએ સાથે મળીને કેપ્શનમાં લખ્યું, ‘મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ, | 18.03.22’ મેક્સવેલ અને વિનીની બીજી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેઓએ તેમની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. આ તસવીરમાં પ્રેમી યુગલ એકબીજાના હાથ પકડીને જોઈ શકાય છે. તેમના લગ્નની વીંટી પણ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

Australian Cricketer Glenn Maxwell marries Vini Raman, See the viral pics-mjs

સોશિયલ મીડિયા પર કપલના લગ્નની પુષ્ટિ થતાં જ વિશ્વભરના ક્રિકેટરો અને ચાહકોએ કપલને અભિનંદન આપતી પોસ્ટ્સનો વરસાદ શરૂ કર્યો. મેક્સવેલના દેશબંધુ અને ઓસ્ટ્રેલિયાના સફેદ બોલના ક્રિકેટ કેપ્ટન એરોન ફિન્ચ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરસીબીએ નવવિવાહિત યુગલને અભિનંદન પાઠવ્યા હતા.

Australian Cricketer Glenn Maxwell marries Vini Raman, See the viral pics-mjs

 

RCBએ તેમના ઓલરાઉન્ડર અને તેની પત્નીને અભિનંદન આપવા સોશિયલ મીડિયા પર લખ્યું, “RCB પરિવાર વિની રમન અને ગ્લેન મેક્સવેલ માટે તેમના જીવનના આ નવા અધ્યાયની શરૂઆત પર ખુશ છે. મેક્સી, તમને બંનેને સુખ અને શાંતિની શુભેચ્છા.”

Australian Cricketer Glenn Maxwell marries Vini Raman, See the viral pics-mjs

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ બંનેને અભિનંદન આપતાં કહ્યું, ‘અભિનંદન.’ આ રીતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવવિવાહિત યુગલને અભિનંદન આપતાં કહ્યું કે, ગ્લેન મેક્સવેલ અને વિની રામનને અભિનંદન. આ જ તસવીર પર કોમેન્ટ કરતાં મેક્સવેલની પત્નીએ પણ લખ્યું, ‘મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ’.

કોણ છે વિની રામન

વિની રમન ભારતીય મૂળની છોકરી છે અને તમિલ પરિવારની છે. તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફાર્માસિસ્ટ છે. આ કપલ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. આ પહેલા બંનેએ ફેબ્રુઆરી 2020માં સગાઈ કરી હતી.

આસ્થા /જો તમે ડાયાબિટીસ અથવા અનિંદ્રાથી પરેશાન છો, તો આ ગ્રહ હોઈ શકે છે કારણ, આ ઉપાય કરી શકે છે તમારી સમસ્યાઓ દૂર…

Life Management /ભિખારીએ શેઠ પાસે પૈસા માંગ્યા, શેઠે કહ્યું, “બદલામાં તમે મને શું આપશો? આ સાંભળીને ભિખારીએ શું કર્યું?…