લોકડાઉન/ પંજાબમાં મીની લોકડાઉનની જાહેરાત

દક્ષિણ પંજબમાં1300 થી વધારે કેસો સામે આવ્યા

India

દેશમાં કોરોના સંક્રમણના લીધે રાજ્યો લોકડાઉન લગાવી રહી છે.કોરના કેસના વધતાં મામલા સામે પંજાબે મિની લોકડાઉનની જાહેરાત કરી છે. પંજાબ સરકારે રાજ્યમાં નાઇટ કફર્યુ સાથે વીકેન્ડ કફર્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં સાંજના 6 કલાકથી સવારના 5 વાગ્યા સુધી કફર્યુ રહેશે. જયારે વીકેન્ડ કફર્યુ શુક્રવાર 6 વાગ્યા થી સોમવાર સવારના પાંચ કલાક સુધી રહેશે.

પંજાબ સરકારે  બધા લોકોને ઘર પર રહેવાની અપીલ કરી છે.જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળો .પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે ખાસ કરીને  દક્ષિણ પંજબમાં1300 થી વધારે કેસો સામે આવ્યા છે. કોરોના સંક્રમણના કેસો ને રોકવા માટે મિની લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સંપૂર્ણ લોકડાઉનના હિતમાં નથી તેનાથી પ્રવાસી મજુરો પલાયન થઇ જાય છે હાલ નિની લોકડાઉન જરૃરી છે.