New Delhi News : ભારતીય સંસદના ખાસ સત્ર દરમિયાન મહિલા અનામત કાયદો, સીમાંકન અને લોકસભા બેઠકોના વિસ્તરણને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ગુરુવાર (16 એપ્રિલ) થી શરૂ થયેલા ત્રણ દિવસના સત્રમાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ બંધારણીય અને કાયદાકીય સુધારા રજૂ કર્યા છે, જેના પર શુક્રવારે પણ લોકસભામાં ચર્ચા ચાલુ રહી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી કે મહિલા અનામત(Womens Reservation) કાયદામાં સુધારા અને સીમાંકન સંબંધિત ત્રણ બિલ પર સાંજે 4 વાગ્યે મતદાન થશે. આ વચ્ચે સરકારે ગુરુવારે મોડી રાત્રે મહિલા અનામત અધિનિયમ 2023 અમલમાં લાવતી સૂચના બહાર પાડતા વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લોકસભામાં ખાતરી આપી કે સીમાંકન બાદ પણ દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં. તેમના મુજબ દક્ષિણના પાંચ રાજ્યોમાં લોકસભા બેઠકો 129 થી વધીને 195 થશે અને તેમની ટકાવારીમાં પણ વધારો થશે.
બીજી તરફ કોંગ્રેસના નેતા શશિ થરૂરએ સીમાંકન પ્રક્રિયા પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા રાજકીય સંતુલન બગાડી શકે છે અને લોકસભાની બેઠકોને 850 સુધી વધારવાથી સંસદ કાર્યક્ષમતા ગુમાવી શકે છે.
ડીએમકે સાંસદ કનિમોઝીએ સરકાર પર આરોપ લગાવ્યો કે મહિલા અનામત(Womens Reservation) નો ઉપયોગ ચૂંટણીલક્ષી યુક્તિ તરીકે થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સીમાંકન જેવા મહત્વપૂર્ણ મુદ્દે રાજ્યો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી.
તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જીએ પણ મહિલા અનામત(Womens Reservation) ને સમર્થન આપતાં કહ્યું કે તેને હાલની સંસદીય વ્યવસ્થામાં જ લાગુ કરવું જોઈએ અને સીમાંકન સાથે જોડવું જરૂરી નથી. તેમણે ભાજપમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછું હોવાનો પણ દાવો કર્યો.
ભાજપ મહિલા અનામત(Womens Reservation) ના બહાને મનસ્વી સીમાંકન લાદવા માંગે છે
સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવએ સરકારના બંધારણીય સુધારાઓનો વિરોધ કરતા કહ્યું કે આ પગલાં સત્તા મજબૂત કરવા માટે છે. આ સાથે અખિલેશ યાદવએ આરોપ લગાવ્યો કે ભાજપ મહિલા અનામતના બહાને મનસ્વી સીમાંકન લાદવા માંગે છે.
આ સમગ્ર મુદ્દા વચ્ચે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાની યોજના આગળ ધપાવી છે, જેને મહિલા અનામત (Womens Reservation)સાથે જોડવામાં આવી છે. જોકે વિપક્ષી પક્ષો આ પગલાંને લોકશાહી અને પ્રાદેશિક સંતુલન માટે જોખમી ગણાવી રહ્યા છે.
ચર્ચા હજુ ચાલુ છે અને આગામી મતદાન બાદ આ મુદ્દે રાજકીય દિશા વધુ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:સંસદ ખાસ સત્ર 2026માં મોદી સરકારના 3 મોટા બિલ,મહિલા અનામત, સીમાંકન અને લોકસભા સીટ વધારો પર ગરમ ચર્ચા આ પણ વાંચો:સંસદમાં સંગ્રામ! લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષની નોટિસ, સંસદમાં ખળભળાટ આ પણ વાંચો:સંસદમાં આજે સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, વ્હીપ જારી; હોબાળો થવાની સંભાવના
