Gandhinagar News/ ગુજરાતમાં આવતીકાલથી અસ્થાયીરૂપે PMJAY હેઠળ હ્રદયરોગની સારવાર રહેશે મુલતવી

જીલ્લા કલેક્ટર (District Collector)ને આ અંગે આવેદનપત્ર પણ અપાયું હતું.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાત (Gujart)માં આવતીકાલથી 7 એપ્રિલ સુધી ખાનગી હોસ્પિટલો (Private Hospitals) આયુષ્યમાન કાર્ડ (Ayushman Card) હેઠળની હ્રદયરોગ (Heart Disease)ની સારવાર અસ્થાયીરૂપે મુલતવી રાખવાની જાહેરાત કરી છે. બીમારી મુજબ વળતરના દરમાં વધારો કરાયો ન હોવાથી દર્દીઓ (Patient)ને સારવાર (Treatment) આપી શકાતી ન હોવાનું ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ (Gujarat interventional cardiologist forum) દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)નો હેતુ દરેક નાગરિકને નજીવા દરે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. પરંતુ આર્થિક રીતે જોવામાં આવે તો તેના દર ઘણા ઊંચા છે, પરિણામે અન્ય પેકેજ (Package)માં જરૂરી વધારો ન થતાં ખાનગી હોસ્પિટલો (Private Hospitals)ને હ્રદયરોગ (Heart Disease)ની સારવાર પૂરી પાડવી મુશ્કેલ બનતાં ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમે (Gujarat interventional cardiologist forum) 1 થી 7 એપ્રિલ અસ્થાયી ધોરણે આયુષ્યમાન કાર્ડ (Ayushman Card) હેઠળ અપાતી સુવિધા બંધ રહેશે. જાણકારી મુજબ જીલ્લા કલેક્ટર (District Collector)ને આ અંગે આવેદનપત્ર પણ અપાયું હતું.

જેમાં કેટલીક રજુઆતો કરવામાં આવી છે.

મા યોજના (Maa Yojana) હેઠળ મળતી PCI માટે પહેલા 45 હજાર રૂપિયા મળતા હતા જે હવે રૂપિયા 50800 છે, એટલે કે સાથે સારવાર માટે જરૂરી સાધનો (Equipments), ખર્ચા (Expenses), સ્ટાફમાં વધારો અને જરૂરી ફેરફારો થયાં છે, પરંતુ પેકેજનાં દરમાં વધારો થયો નથી.

હ્રદયરોગને લગતી સારવાર માટે ઉપયોગી એવી IABP સારવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં સમાવેશ કરાયો નથી. એન્જીયોગ્રાફી (Angiography)ના દરમાં આજ દિન સુધી વધારો કરાયો નથી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં શહેરોનો ઉલ્લેખ કરાયો નથી.

PMJAY 

PMJAY હેઠળ હોસ્પિટલમાં દાખલ થયા પછીની સંભાળ માટે પ્રતિ પરિવાર દર વર્ષે રૂપિયા 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવરેજ (Health insurance coverage) પ્રદાન કરે છે. ઉપરાંત રૂમ ચાર્જ, ICU કેર, નર્સિંગ અને બોર્ડિંગ સહિત હોસ્પિટલાઇઝેશન ખર્ચ (Hospitalization Expenses)ને પણ આવરી લેવામાં આવ્યું છે.

તબીબી પ્રક્રિયાઓ શસ્ત્રક્રિયા (Surgery)ઓને આવરી લેવાઈ છે. ડાયગ્નોસ્ટિક (Diagnostic) અને લેબોરેટરી (Laboratary) તપાસ પણ આવરી લેવામાં આવે છે. PMJAY હોસ્પિટલમાં દાખલ થયા પહેલાના 15 દિવસ સુધીના પહેલાનાં હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને 15 દિવસ સુધીના હોસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ માટે કવરેજ પૂરું પાડે છે. આ યોજનામાં કાર્ડિયાક સર્જરી (Cardiac Surgery), કેન્સર (Cancer) સારવાર અને ઓર્થોપેડિક (Orthopedic) સારવાર સહિત વિવિધ પ્રકારની સારવારનો સમાવેશ થાય છે.

જ્યારે PMJAY સેવાઓની વિશાળ શ્રેણીને આવરી લે છે, ત્યારે કેટલીક સારવારોને બાકાત રાખવામાં આવી છે, જેમાં અંગ પ્રત્યારોપણ (Organ transplant), બહારના દર્દીઓ વિભાગ (OPD) સેવાઓ, એકલ નિદાન પરીક્ષણો, કોસ્મેટિક પ્રક્રિયાઓ અને પ્રજનન સારવારનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PMJAY-મા યોજનાની જરૂરી માહિતી મેળવવા ટોલ ફ્રી નંબર જાહેર

આ પણ વાંચો:PMJAY મા ગેરરીતિ મામલે જુનાગઢની 8 હોસ્પિટલોને કલેક્ટરે નોટિસ ફટકારી

આ પણ વાંચો:PMJAY નવી SOP મુજબ સારવારમાં video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક ફરજીયાત, SAFU ટીમ કાર્યરત