પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)માં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા બાદ જૂનાગઢમાં કલેક્ટરે 8 હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. કેશોદની એક હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ઇન્સ્યોરન્સ એજન્સી દ્વારા પણ ચેકિંગ કરાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા તપાસમાં હોસ્પિટલોમાં બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે.
રાજ્ય સરકારે યોજના હેઠળની વિવિધ સારવાર માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે હોસ્પિટલો આ માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો હેતુ છે કે લાભાર્થીઓને યોજનાનો સંપૂર્ણ લાભ મળી રહે અને કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય.
રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નિયોનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા (SOP) બનાવી છે. જો આ SOPનું જે હોસ્પિટ પાલન નહીં કરે તેના પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરકાર આ મામલે કડક વલણ અપનાવીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી કરી છે.
આ પણ વાંચો: સિવિલમાં આરોગ્ય પ્રધાનનું ચેકિંગ, PMJAYમાં કરોડોની ચૂકવણી મામલે તપાસ
આ પણ વાંચો: PMJAY નવી SOP મુજબ સારવારમાં video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક ફરજીયાત, SAFU ટીમ કાર્યરત
આ પણ વાંચો: PMJAY પેનલમાં સામેલ કાર્ડિયોલોજી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર
